જેસિકા હત્યાકાંડ પ્રકરણ છાપાઓ અને ટીવી ન્યૂઝ ચેનલોમાં સતત સમાચારોમાં ચમકતુ રહ્યુ હતુ. કેવી રીતે શક્તિશાળી લોકો પોતાના અપરાધને સંતાડવા માટે પોતાની તાકતનો દુરુપયોગ કરે છે, પૈસાના બળ પર લોકોના મોઢા બંધ કરે છે અને એક સામાન્ય માણસને ન્યાય મેળવવા માટે આમતેમ ભટકવુ પડે છે. આ મર્ડર કેસ તેની મિસાલ છે.
P.R
નવી દિલ્લીમાં 1990મા આ ઘટના બની હતી અને આને આધાર બનાવીને 'નો વન કિલ્ડ જેસિકા' તૈયાર થઈ. છે. જેસિકાને ફક્ત એ વાત પર ગોળી મારી દેવામાં આવે છે કે તેણે સમય પૂરો થતા ડ્રિંક આપવાની ના પાડી દીધી હતી. દોષી મનીષ એક ખૂબ જ શક્તિશાળી નેતાનો પુત્ર છે અને તેને જેસિકાને મારી નાખી
P.R
એ પાર્ટીમાં 300થી વધુ લોકો હાજર હતા, જેની આંખો સામે આ હત્યાકાંડ થયો, પરંતુ બધા આ વિશે કશુ જ બોલવા તૈયાર નહોતા. છેવટે બે સ્ત્રીઓ, જેસિકાની બહેન સબરીના અને ટીવી રિપોર્ટર મીરાએ જેસિકાને ઈંસાફ અપાવવાની જવાબદારી પોતાને માથે લીધી, પરંતુ એમની મંઝીલ સહેલી નહોતી.
P.R
નિર્દેશક વિશે - રાજકુમાર ગુપ્તાએ પોતાની પ્રથમ ફિલ્મ 'આમિર' (2008) દ્વારા બધાને પ્રભાવિત કર્યા. જ્યારે તેમણે જેસિકા હત્યાકાંડ પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો તો તેમને આ કામ મુશ્કેલ લાગ્યુ. સ્ક્રિપ્ટના પ્રથમ દસ પેજ લખવામાં તેમને મહિનાઓ લાગી ગયા. સ્ક્રિપ્ટને અંતિમ રૂપ આપવા માટે સાત મહિનાનો સમય લાગ્યો અને તેમણે પંદરમાં ડ્રાફ્ટને ફાઈનલ કર્યુ. તેઓ સબરીનાને પણ મળ્યા અને તેમને 11 વર્ષ જૂના આ કેસ વિશે ખૂબ વાંચ્યુ.