કુણાલની સાથે એક સમસ્યા એ છે કે તેની પાસે મિયામીમાં રહેવાનુ લાઈસંસ નથી કારણ કે તે અવૈધ રૂપે ત્યાં રહી રહ્યો છે, આથી ભાડાનું મકાન શોધવામાં તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સમીર અને કુણાલની મુલાકાત થાય છે અને બંને રહેવા માટે ફ્લેટ શોધે છે. તેમને એક ફ્લેટ ગમી જાય છે, પરંતુ મકાન માલિક તેને ભાડેથી ઘર આપવાની ના પાડે છે. તેની શરત હોય છે કે તે ફક્ત છોકરીઓને કે મેરિડ લોકોને જ ફ્લેટ આપશે કારણકે એ મકાનમાં તેની એક ભત્રીજી નેહા(પ્રિયંકા ચોપડા)પણ રહે છે. સમીર અને કુણાલ આ સમસ્યાનો હલ શોધી કાઢે છે અને કહે છે કે બંને ગે છે અને બંનેને ફ્લેટ મળી જાય છે. નેહા એક ફેશન મેગેઝીનમાં કામ કરે છે અને લગ્ન કરીન સેટ થવા માંગે છે.
સમય વિતતો જાય છે. સમીર અને કુણાલ બંને નેહા પર લટ્ટુ થઈ જાય છે. પરંતુ નેહા તેમને બિલકુલ ભાવ નથી આપતી કારણ એ તેમને ગે સમજે છે. કેવી રીતે આ રહસ્ય ઉધડે છે એ હાસ્યની ચાસણીમા ડૂબાવીને પરોસ્યું છે.
કરણ જોહર અને આ ફિલ્મના નિર્માતા પહેલી વાર 'કે અક્ષરથી શરૂ ન થનારી ફિલ્મ બનાવી રહ્યા છે. તેમના પિતા યશ જોહરે વર્ષો પહેલા અમિતાભ, શત્રુધ્ન અને ઝીન્નત અમાનને લઈને ફિલ્મ 'દોસ્તાના' બનાવી હતી. દોસ્તાનાનુ શૂટિંગ મિયામી, ફ્લોરિડા અને યૂએસએ માં કરવામાં આવ્યુ છે અને કરણના સહાયક તરુણ મનસુખાનીએ આને નિર્દેશિત કરી છે.