કહેવાય છે કે લગ્ન સ્વર્ગમાં જ નક્કી થઈ જાય છે, પરંતુ જોડીઓને લગ્ન સુધી પહોંચાડવા માટે જીવનના અનેક વળાંકો પરથી પસાર થવુ પડે છે. રસ્તામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. 'તનુ વેડ્સ મનુ' કંઈક આવી જ વાર્તા છે.
P.R
પહેલા મળીએ તનુજા ત્રિવેદી (કંગના) ઉર્ફ તનુને. સુંદર તનુ ખૂબ જ બોલકણી છે. પોતાની શરતો પર જીવવુ તેને પસંદ છે. કાનપુરની રહેનારી છે અને દિલ્લી યુનિવર્સિટી સાથે બી.એ.(ઑનર્સ) કરી રહી છે. ફાસ્ટ બાઈક ચલાવવી, ટેટૂ બનાવવુ અને દારૂ પીવુ (એ પણ નીટ)તેને ખૂબ જ પસંદ છે. અરેંજ મેરેજ, સામાજિક બંધન અને કોઈ તેને કહે કે શુ કરવાનુ છે એવી વાતોથી તેને નફરત છે. સ્માર્ટ અને હોશિયાર તનુ એ દરેક વાત કરે છે જે તેના માતા-પિતાને પસંદ નથી. તે તો એ છોકરાની શોધમાં છે જેને તેના માતા-પિતા નફરત કરે, જેથી એ તેની સાથે લગ્ન કરે.
P.R
હવે વાત કરીએ મનોજ શર્મા(માધવન) ઉર્ફ મનુની. એક પ્રતિષ્ઠિત પરિવારનો આ છોકરો હોશિયાર, કૂલ અને સીધો સાદો માણસ છે. એવુ છોકરો જેને દરેક છોકરીના માતા-પિતા શોધતા ફરે છે. શરમાળ અને સ્વીટ જેવો આ વ્યક્તિ 'પરફેકટ હસબંડ'ની પરિભાષામાં ખરો ઉતરે છે. ભણી-ગણીને ડોક્ટર બની ગયો છે અને લંડનમાં સૈટલ થઈ ગયો છે. મનુને ભણવુ અને જૂન હિંદી ફિલ્મોના ગીત સાંભળવા ખૂબ ગમે છે. ભીડવાળુ સ્થાન અને હાઈફાઈ મ્યુઝિક તેને પસંદ નથી. તે પોતાના માતા-પિતાની આજ્ઞા ન માનવાની વાત સપનામાં પણ વિચારી નથી શકતો. એક પ્રેમાળ અને ઘરેલુ પ્રકારની છોકરી સાથે તે લગ્ન કરવા માંગે છે. ઘરના લોકોના કહેવા પર મનુ કાનપુરમાં તનુને મળવા આવે છે.
P.R
તનુ અને મનુના એક પણ ગુણ મળતા નથી. સ્વભાવમાં એક આગ છે તો બીજો પાણી. પરંતુ ભાગ્યએ તેમના માટે કંઈક બીજુ જ વિચારી રાખ્યુ છે. વારંવાર તેમના માર્ગ એકબીજા સાથે અથડાય છે, અને તેમની સ્ટોરી ઘણા મજેદાર ઉતાર-ચઢાવ સાથે આગળ વધે છે.
નિર્દેશક વિશે :
આનંદ એલ. રાયે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા માટે 'સ્ટ્રેજર્સ' (2007) બનાવી હતી, જેમા કેકે મેનન, જીમી શેરગિલ, નંદના સેન અને સોનાલી કુલકર્ણી જેવા કલાકારો એ કામ કર્યુ હતુ. ફિલ્મની પ્રશંસા થઈ, પરંતુ બોક્સ ઓફિસ પર સફળતા ન મળી. આનંદની બીજી ફિલ્મ 'થોડી લાઈફ, થોડા મેઝિક'(2008)એ નિરાશ કર્યા. 'તનુ વેડ્સ મનુ' દ્વારા આનંદને મોટો બ્રેક મળ્યો છે અને હાસ્યથી ભરપૂર આ ફિલ્મમાં તેમને ઓળખ મળવાની આશા છે.