ચિલ્લર પાર્ટી : પંગા મત લેના
બેનર : યુટીવી સ્પોટબોય સલમાન ખાન બીઈંગ હ્યૂમન પ્રોડકશન્સનિર્માતા - રોની સ્ક્રૂવાલા, સલમાન ખાન નિર્દેશક - નિતેશ તિવારી, વિકાસ બહલ સંગીત - અમિત ત્રિવેદી કલાકાર - ઈરફાન ખાન, રાજૂ, સનથ મેનન, રોહન ગ્રોવર, નમન જૈન, આરવ ખન્ના, વિશેષ તિવારી, ચિન્મય ચંદ્રાશુ, વેદાંત દેસઈ, શ્રેયા શર્મા, ડિજી હાંડા રજૂઆત તારીખ : 8 જુલાઈ 2011
ચિલ્લર પાર્ટી જોયા પછી આ ફિલ્મ સલમાન ખાનને એટલી પસંદ આવી કે તે ફિલ્મના સહ નિર્માતા બની ગયા. સલમાનના પોતાના બેનરની આ પ્રથમ ફિલ્મ છે. જે બાળકો પર આધારિત છે. ચિલ્લર પાર્ટી એક બાળકોની ગેંગની સ્ટોરી છે, જે ખૂબ જ માસૂમ છે. તેમને કોઈ ચિંતા નથી કે મસ્ત જીંદગી જીવે છે. ચંદન નગર કોલોનીમાં તેઓ બધા રહે છે. ટૂંક સમયમાં જ તેમની ગેંગમાં ફટકો અને ભીડૂ પણ જોડાય જાય છે અને તેમની દોસ્તી વધુ મજબૂત બની જાય છે. આ બાળકોની જીંદગીમાં ત્યારે સમસ્યા આવી જાય છે જ્યારે ભીડૂને જીંદગી એક નેતાને કારણે સંકટમાં આવી જાય છે. તેઓ ગભરાતા નથી અને એક થઈને રાજનીતિ જેવી રૂઆબદાર દુનિયનો સામનો કરવાનો નિર્ણય કરે છે. તેઓ સાબિત કરે છે કે નાના બાળકો ધારેતો પર્વત સાથે ટક્કર લઈને તેને ધૂળ ભેગો કરી શકે છે.