નિર્માતા - પ્રકાશ ઝા નિર્દેશક - સુધીર મિશ્રાસંગીત - શાંતનુ મોઈત્રાકલાકાર - શાઈની આહુજા, સોહા અલી ખાન, સોનિયા, રજત કપૂર, વિનય પાઠક, દીપાન્નિનતા શર્મા, સુષ્મિતા મુખર્જી1950
અને 60 ના દશકાના ભારતીય ફિલ્મ ઉદ્યોગનો સુવર્ણ કાળ કહેવાય છે. તે દરમિયાન કેટલાય પ્રતિભાશાળી કલાકારોએ મળીને અભિનય, સંગીત અને નિર્દેશન દ્રારા કેટલીય યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યુ હતુ. 50 થી 60 વર્ષ પહેલા બનાવેલી ફિલ્મ આજે પણ જોવાય છે. નિર્દેશક સુધીર મિશ્રાની ફિલ્મ 'ખોયા ખોયા ચાંદ' ભારતીય ફિલ્મ ઉદ્યોગના તે સુવર્ણકાળને શ્રધ્ધાંજલિ છે. 'ઓમ શાંતિ ઓમ' માં બોલીવુડના 70 ના દશકાને રજૂ કર્યો હતો. 'ખોયા ખોયા ચાંદ' માં 50 અને 60 ના દશકાને રજૂ કરવામાં આવ્યો છે. જફર અલી (શાઈની આહુજા) લખનૌના નવાબ પરિવારમાંથી છે. એક લેખક અને નિર્દેશકના રૂપમાં જફર મુંબઈ આવીને ફિલ્મી દુનિયાનો ભાગ બની જાય છે. નિખત બાનો (સોહા અલી ખાન)ફિલ્મોમાં પોતાની શરૂઆત એકસ્ટ્રા કલાકારના રૂપમાં કરી હતી. ઝડપથી તેમની ગણતરી નામીગ્રામી નાયિકાઓમાં થવા માંડી. નિખત અને જફરની મુલાકાત થાય છે. કારણકે તેમની વચ્ચે પ્રેમ થવાનો હતો. તેમનો પ્રેમ એવો હતો કે બંને સાથે રહી પણ નહોતા શકતા અને એકબીજા વગર ચેન પણ નહોતુ મળતુ.
તેમના રસ્તામાં કેટલીય અડચણો આવતી હતી. અને તેમણે મોટાભાગે દિલ તોડનારા નિર્ણયો કરવા પડતાં હતા. ફિલ્મી દુનિયાની ચકાચોંધ ફક્ત બહારથી દેખાય છે. અંદરથી હકીકત કંઈક બીજી જ હોય છે. આ દનિયામાં મહત્વાકાંક્ષાની બોલબાલા જોવા મળે છે અને પ્રેમની કોઈ કિમંત નથી હોતી.
જફર અને નિખરના પ્રેમ દ્વારા સુધીર મિશ્રાએ ચકાચોધથી ભરેલી જિંદગીની કડવી હકીકતને પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે. કહેવાય છે કે જફર અને નિખતની પ્રેરણા ગુરૂદત્ત અને વહીદા રહેમાનની પ્રેમકથામાંથી લેવામાં આવી છે.
આ ફિલ્મ સોહા અલીને માટે બહુ મહત્વની છે. એક અભિનેત્રીના રૂપમાં તેમને આ ફિલ્મમાં ભરપૂર તક મળી છે. પહેલા સોહાની જગ્યાએ વિદ્યા બાલનના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો,પણ ઉમંર અને ચહેરાની માસુમિયતને કારણે સોહાએ બાજી મારી લીધી.