Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખલબલી - ફન અનલિમિટેડ

ખલબલી - ફન અનલિમિટેડ
IFM
નિર્માતા - આજમ ખાન
નિર્દેશક - અજય ચંડોક
સંગીતકાર - સાજિદ-વાજિદ
કલાકાર - નિખિલ દ્વિવેદી, ચંકી પાંડે, રાજપાલ યાદવ, સુરેશ મેનન, અસરાની, જોની લીવર, શક્તિ કપૂર.

શુ હાસ્ય કલાકારોની ભીડ જમા કરી લઈએ તો દર્શકોને હસી-હસીને પેટમાં દુ:ખે ખરું ? મોટાભાગના લોકો કહેશે કે જરૂરી નથી, પરંતુ નિર્માતા આજમ ખાન, અને નિર્દેશક અજય ચંડોકની ફિલ્મમાં ત્રીસથી વધુ હાસ્ય કલાકારો જોવા મળશે. ફિલ્મનું નામ છે 'ખલબલી' અને કહેવાય રહ્યુ છે એક આ ફિલ્મમાં અનલિમિટેડ ફન છે.

વાર્તા છે કે એક અમીર હોટલ માલિકની. તેની હરીફાઈ બીજા હોટલ માલિકની સાથે છે. તેને બરબાદ કરવા માટે તે એક ગેંગસ્ટરના શરણે જાય છે. ગેંગસ્ટર તેના દુશ્મનની હોટલમાં બોમ્બ લગાવી દે છે.

તે હોટલમાં ઘણા લોકો રોકાયેલા છે, જે જુદા-જુદા વિસ્તારોથી આવેલા છે. કોઈ પ્રેમી છે, તો કોઈ નેતા. કોઈ ફિલ્મ નિર્માતા છે, તો કોઈ અંડરવર્લ્ડના ડોન. કેવી રીતે ખલબલી મચી જાય છે અને આગળ શુ થાય છે ? જાણવા માટે જુઓ 'ખલબલી - ફન અનલિમિટેડ'.

Share this Story:

Follow Webdunia gujarati