વાંકા નસીબ સાથે લડતાં-લડતાં રાજ હેરાન થઈ જાય છે. હારીને છેવટે તે ક્રિસ્ટલ બોલ રીડર હસીના બાનો જાન (જૂહી ચાવલા)ની શરણમાં આવે છે, જેથી તે તેણે આગળનો રસ્તો બતાવે. હસીના જણાવે છે કે તેમનુ નસીબ બહુ જલ્દી ચમકવાનુ છે. તેના દરેક કામો સફળ થશે, પરંતુ ગ્રહો બદલવા માટે તેમણે લકી ચાર્મ શોધવો પડશે. આનાથી વધુ તેમને કશુ ન જણાવ્યુ. રાજ વિચારમાં પડી ગયો કે તેનો લકી ચાર્મ તેને કંઈ વસ્તુમાં મળશે. અચાનક રાજની જીંદગીમાં બધુ વ્યવસ્થિત થવા માંડે છે. તે ટોપ બિલ્ડર સંજીવ ગિલ(ઓમપુરી)ને પ્રભાવિત કરી લે છે. સંજીવ તેને એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જવાબદારી સોંપે છે. હવે વાત કરીએ પ્રિયા(વિદ્યા બાલન)ની. પ્રિયા ઉપરથી ભલે કઠોર લાગતી હોય, પરંતુ દિલની બહુ સારી છે. તેના થોડાક આદર્શ છે. જેમ કે દુનિયાને શ્રેષ્ઠ બનાવવી. આ દિશામાં તે એકલી જ લડી રહી છે. ખોટુ કે ખરાબ સિવાય તે બીજો કોઈ વિકલ્પ પસંદ નથી કરતી.
પ્રિયા જેવી છોકરીને પ્રભાવિત કરવામાં રાજ સફળ થાય છે. તે પ્રિયાનો વિશ્વવાસ મેળવવામાં સફળ થઈને એક એવા મસીહાનુ રૂપ રજૂ કરે છે જે તેનુ કમ્યુનિટી સેંટર તૂટવાથી બચાવી શકે છે.
શુ રાજને અજાણતાં જ તેનો લકી ચાર્મ મળી ગયો છે ? શુ ભાગ્યની દેવી તેના પર ખુશ થઈ ગઈ છે ? આ નવુ નસીબ તેને ક્યા લઈ જશે ? પ્રેમની ઉંચાઈઓ પર કે પછી સફળતાના શિખર પર ? આ તો ફક્ત 'કિસ્મત કનેક્શન' જોયા પછી જ ખબર પડશે.