Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કિસાન

કિસાન
નિર્માતા : સોહેલ ખાન
નિર્દેશક : પુનીત સિરા
સંગીત : ડબ્બૂ મલિક
કલાકાર : જેકી શ્રોફ, સોહેલ ખાન, અરબાઝ ખાન, દિયા મિર્જા, નૌહીદ, દલિપ તાહિલ.

દયાલ સિંહ (જેકી શ્રોફ) પંજાબનો એક કિસાન છે. જે પોતાની બાપદાદાની જમીંપર ખેતી કરે છે. એ પોતાના બે પુત્રો અમન (અરબાઝ ખાન) અને જીગર (સોહેલ ખાન)ને બે જુદી જુદી રીતથી ઉછેરે છે.

અમન કોઈ કામ કરતા પહેલા વિચારે છે જ્યારે કે જીગર વિચાર્યા વગર જ એ કામ કરી નાખે છે. દયાલ સિંહ પોતાની હેસિયત મુજબ એકને વકીલ અને બીજાને ખેડૂત બનાવે છે.

સોહન સેઠ (દલીપ તાહિલ) એક ઉદ્યોગપતિ છે જે માસૂમ ખેડૂતોને પૈસાની લાલચ આપીને ગામની જમીન છીનવવા માંગે છે. આ કામ માટે ગામના જ એક ગુંડા નિર્મલ (રોમિયો)ની સાથે મળીને ગામની જમીન પર કબજો કરે છે.
IFM

આ બધા વાતાવરણથી દયાલ સિંહનો પરિવાર પણ બચી શકતો નથી. આ લડાઈના સમયે તેનો પરિવાર બે વિચારોમાં જુદા પડી જાય છે. જેનો ફાયદો ઉઠાવતા સોહન સેઠ, અમનને તેના પરિવાર વિરુધ્ધ ઉભો થવા મજબૂર કરે છે, જ્યારેકે સોહન સેઠ વિરુધ્ધ જિગર અને દયાલ સિંહ લડે છે.

શુ અમનને સંબંધોના મહત્વ સમજાય છે ?
શુ નિર્દોષ ખેડૂતો ઉદ્યોગપતિના જાળમાં ફસાતા બચે છે ?

જાણવા માટે જુઓ ફિલ્મ 'કિસાન'

Share this Story:

Follow Webdunia gujarati