કૃષને એક પત્રિકા માટે ફોટો શૂટનુ કામ મળે છે. જેને માટે તે મોરિશિયસ જાય છે. તેને ત્યાં થોડા મહિના રોકાવવું પડે છે. તેથી તે કર્નલ ખન્ના (રાજેશ ખન્ના)નો બંગલો ભાડેથી લે છે. કોલેજમાં ભણનારી પિયા(સના ખાન) કૃષને જુએ છે અને તેની દીવાની થઈ જાય છે. તે કૃષનુ ધ્યાન આકર્ષિત કરવાના બધા પ્રયાસો કરે છે. કોલેજમા પોતાના મિત્રોને તે પોતાની અને કૃષની પ્રેમ સ્ટોરી બતાવે છે. કૃષના ના પાડવા છતાં પિયા તેનો પીછો નથી છોડતી. તેને સપનામાં પણ કૃષ જ દેખાય છે. કૃષ તેને બતાવે પણ છે કે તે પરણેલો છે. પિયા નિર્ણય કરે છે કે જે કોઈ પણ તેના અને કૃષની વચ્ચે આવશે તેને તે મારી નાખશે.
અચાનક શહેરમાં અનેક હત્યાઓ થાય છે. આ બાબતનો નિકાલ લાવવાની જવાબદારી આઈ.જી ડાંડા(જોની લીવર)ને સોંપવામાં આવે છે. આ એક ઘણું જ કોમેડી પાત્ર છે. બીજી બાજુ કૃષને પામવા પિયા મેલી વિદ્યાનો પણ પ્રયોગ કરે છે.
શુ પિયા પોતાના મક્સદમાં સફળ થશે, જાણવા માટે જુઓ કાશ આપ મેરે હોતે.