Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાઈટ્સની વાર્તા

કાઈટ્સની વાર્તા
IFM
બેનર : ફિલ્મક્રાફ્ટ પ્રોડક્શન પ્રા.લિ.
નિર્માતા : રાકેશ રોશન
નિર્દેશક : અનુરાગ બસુ
સંગીત : રાજેશ રોશન
કલાકાર : ઋત્વિક રોશન, બાર્બરા મોરી, કંગના

અનુરાગ બસુ દ્વારા નિર્દેશિત ગેંગસ્ટર જોઈને રાકેશ રોશન એટલા બધા પ્રભાવિત થઈ ગયાં કે તેમણે પોતાના બેનરની આગામી ફિલ્મ 'કાઈટ્સ' ના નિર્દેશનનો ભાવ અનુરાગને સોંપી દિધો.

રાકેશ રોશને 'કાઈટ્સ'નું નિર્માણ આંતરરાષ્ટ્રીય માર્કેટને ધ્યાનમાં રાખીને કર્યું છે. તેમનું માનવું છે કે ઋત્વિકની અંદર આંતરરાષ્ટ્રીય સ્ટાર બનવાની કળા છે.

ફિલ્મ તો ઘણાં સમયથી પુર્ણ થઈ ગઈ છે પરંતુ આને રિલીઝ કરવામાં વધારે સમય એટલા માટે લાગી રહ્યો છે કેમકે રાકેશ આને યોજનાબદ્ધ રીતે ખુબ મોટા પાયે રીલીઝ કરવા માંગે છે. ઋત્વિક અને 'કાઈટ્સ' ના મુદ્દે તેઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી.

એવા સમાચાર છે કે આ ફિલ્મનું 90 મિનિટનું આંતરરાષ્ટ્રીય વર્ઝન પણ તૈયાર કરવામાં આવ્યું છે અને તેની અંદર કોઈ ગીત નહિ હોય.

webdunia
IFM
ફિલ્મની વાર્તા આ પ્રકારે છે: ઘાયલ જે (ઋત્વિક રોશન) ને રણની અંદર સુર્યના તાપ નીચે મરવા માટે છોડી દેવામાં આવે છે પરંતુ પોતાનો પ્રેમ નતાશા (બાર્બરા મોરી) ને મેળવવાની આશા તેને જીવતો રાખે છે. નતાશાના મળ્યા બાદ જે ની જીંદગી જ બદલાઈ જાય છે.

જે એક સાલસા ટીચર છે અને કંગના તેની સ્ટુડંટ્સ. કંગના એક અમીર ખાનદાનમાંથી છે અને બગડેલી છે. તે જે ને ખુબ જ પ્રેમ કરે છે. વાર્તાની અંદર નતાશાનો પ્રવેશ થાય છે. તે સ્પેનીશ છે અને અંગ્રેજીનો એક પણ શબ્દ બોલી નથી શકતી. બીજી બાજુ જે ને સ્પેનિશ ભાષાનું જરા પણ જ્ઞાન નથી.

ભાષા તેમની વચ્ચે કોઈ પણ પ્રકારની સમસ્યા નથી બનતી કેમકે 'લવ હેઝ નો લેંગ્વેજ'. તેમની વચ્ચે પ્રેમ થઈ જાય છે. તેમની પ્રેમ વાર્તામાં એવો વળાંક આવે છે કે તેમને અલગ થઈ જવું પડે છે. આવા સમયે કંગનાની ફરીથી એંટ્રી થાય છે.

'કાઈટ્સ' એક એવા પ્રેમની વાર્તા છે જે સીમાઓ અને સંસ્કૃતિની પાર છે.

Share this Story:

Follow Webdunia gujarati