Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓમ શાંતિ ઓમ : વાર્તા પુર્ન જન્મની

ઓમ શાંતિ ઓમ : વાર્તા પુર્ન જન્મની
IFM
નિર્માતા - ગૌરી ખાન
નિર્દેશક - ફરહા ખાન
ગીત - વિશાલ ડડલાની, જાવેદ અખ્તર, કુમાર
કલાકાર - શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, શ્રેયસ તલપદે, અર્જુન રામપાલ, કિરણ ખેર.

ફરહા ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' પુર્નજન્મ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મની શરૂઆત સત્તરના દશકાથી થશે અને ધીરે ધીરે વર્તમાન કાળમાં આવશે. તે સમયની કાર પોશાક, ચશ્માં, હેઅર સ્ટાઈલ વગેરેને ફિલ્મમાં બતાવવાની ફરહાએ વિશેષ મહેનત કરી છે.

webdunia
IFM
ફિલ્મની કથા બોલીવુડની આસપાસ ફરે છે. તે જમાનો ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, રાજેશ ખન્ના જેવા કલાકારોનો હતો, તેથી ફિલ્મની નાયિકા દીપિકા પાદુકોણને સ્પેશ્લ તકનીક દ્વારા આ કલાકારોની સાથે ગીત ગાતા બતાવવામાં આવ્યા છે.

ઓમપ્રકાશ માખીજા(શાહરૂખ ખાન) તે જ સમયના કલાકાર છે. ઓમનું સપનું છે કે તે ફિલ્મમાં હીરો બને. એક સારો અભિનેતા હોવા છતાં તેને ફિલ્મમાં નાયક બનવાનો મોકો નથી મળતો. તેને એક જુનિયર કલાકાર બનીને જ સંતોષ કરવો પડે છે.

webdunia
IFM
શાંતિપ્રિયા(દીપિકા પાદુકોણ) એક સફળ અભિનેત્રી છે. તે બહુ જ સુંદર છે. ઓમ તેનો પ્રશંસક છે. અને તેને પ્રેમ કરવા માંડે છે. ઓમ તેને પામવા માટે પોતાના બધા સપના ભૂલવા પણ તૈયાર છે. શાંતિપ્રિયા પણ ઓમને ચાહે છે અને તે પણ ઓમના માટે ફિલ્મી દુનિયા છોડવા તૈયાર છે.

કેટલીક નાટકીય ઘટનાઓ ઘટે છે અને ઓમનું મૃત્યુ થાય છે. શાંતિપ્રિયા પોતાના તૂટેલા દિલ સાથે એકલી રહી જાય છે.

ઓમ કપૂર(શાહરૂખ ખાન)ના રૂપમાં ઓમ ફરી જન્મ લે છે. તેને પોતાના પહેલા જન્મની યાદો સતાવે છે. ધીરે ધીરે તેને યાદ આવે છે કે તેની મોત કેવી રીતે અને ક્યા કારણોથી થઈ હતી. તેને શાંતિપ્રિયાની આદ આવે છે, જે આજે પણ જીવીત છે. ઓમ આ સમસ્યાઓથી કેવી રીતે મુક્ત થાય છે તે જાણવા જુઓ 'ઓમ શાંતિ ઓમ'.

Share this Story:

Follow Webdunia gujarati