એક્શન રિપ્લે અને ગોલમાલ 3 સામસામે
દિવાળીવાળુ અઠવાડિયા પર દરેક નિર્માતાની નજર રહે છે અને તેઓ પોતાની ફિલ્મોને આ અઠવાડિયામાં રજૂ કરવાની સંપૂર્ણ કોશિશ કરે છે. દિવાળીવાળા અઠવાડિયામાં લોકો પૈસા ખર્ચ કરવાના મૂડમાં રહે છે અને તેનો લાભ ફિલ્મોને પણ મળે છે. છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી પર રજૂ થયેલ એકાદ ફિલ્મ હિટ સાબિત થાય છે. નબળી ફિલ્મોને પણ સારુ ઓપનિંગ મળે છે. આ વખતે હરીફાઈ બે ફિલ્મો એક્શન રિપ્લે અને ગોલમાલ 3 પર છે. કોણ બાજી મારશે એ તો દર્શકો જ નક્કી કરશે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે બંને ફિલ્મો સફળ રહેશે. આવો ચર્ચા કરીએ આ ફિલ્મોની ખૂબીઓ અને ઉણપોની.
ખૂબીઓ - ગોલમાલને રોહિત શેટ્ટીએ એક બ્રાંડ બનાવી દીધુ છે. દર્શકો આ ફિલ્મની ટિકિટ ખરીદતી સમયે જાણે છે કે કેવ પ્રકારની ફિલ્મ જોવા જઈ રહ્યા છે. એક્શન અને કોમેડીને રોહિત આવુ મિશ્રણ તૈયાર કરે છે કે દર્શકોને મજા આવી જાય છે. અજય દેવગન, કરીના કપૂર, અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપદેની સાથે ઘણા હાસ્ય કલાકાર આ ફિલ્મમા જોવા મળશે. ફિલ્મના પસંદગીના સંવાદો, દર્શકોને હસાવવામાં સફળ રહે છે. લગભગ 40 કરોડના રોકાણથી બનેલી આ ફિલ્મથી બોલીવુડને ઘણી આશા છે.ઉણપો - ફિલ્મનુ સંગીત અત્યાર સુધી લોકપ્રિય નથી થઈ શક્યુ. સાથે જ રોહિત છેલ્લી કેટલીક ફિલ્મોમાં એક જેવો મસાલો આપી રહ્યા છે. ફિલ્મમાં મોટા સ્ટાર નથી. કરીના અને અજયની એક સીમા છે. પબ્લિસીટી બાબતે ફિલ્મ 'એક્શન રિપ્લે'થી પાછળ છે. ગોલમાલ 3 ની વાર્તા માટે ક્લિક કરો