બેનર : એક્સપીરિયંસ ફિલ્મ્સ પ્રા.લિ.નિર્દેશક : અજમલ જહીર અહેમદકલાકાર : અનુભવ આનંદ, નંદના સેન, અનુપમ ખેર, બોમન ઈરાની અમન(અનુભવ આનંદ) એક યુવા આર્કિટેક્ટ છે. પોતાના કાકાના ઘરે મોટો થયેલા અમન પ્રત્યે દરેકને પ્રેમ છે, પરંતુ અમન પોતાના ઘરવાળાઓને વધુ મહત્વ નથી આપતો. પોતાના સપનાં સાકાર કરવામાં લાગેલ અમનની મુલાકાત નેહા(નંદના સેન) સાથે થાય છે. નેહા તેની નજરમાં પરફેક્ટ છોકરી છે. ધીરે ધીર નેહાને પણ અમન ગમવા માંડે છે અને બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે. તેઓ લગ્ન પોતાના મા-બાપની ઈચ્છાથી કરવા માંગે છે, તેથી તેઓ બંને પોતપોતાના પિતાઓની પરસ્પર મુલાકાત કરાવે છે. આ મુલાકાત અમન અને નેહાના પ્રેમની દુનિયા માટે એક ભયાનક તોફાન સાબિત થાય છે. મિ. ભલ્લા (અનુપમ ખેર) અને મિ. પટેલ(બોમન ઈરાની)નો સ્વભાવ અને વ્યક્તિત્વ એકબીજાથી એકદમ જુદુ છે. એક પૂર્વ છે તો બીજો પશ્ચિમ. એક આગ છે તો બીજો પાણી. બંને આ લગ્ન માટે તૈયાર નથી અને તેઓ બંને આ વાત પોતાના બાળકોને બતાવી દે છે.
અમન અને નેહા નિર્ણય કરે છે કે તેઓ બંને પરિવારોને એક-બીજાથી જોડીને જ માનશે, પરંતુ આ વાત એટલી સરળ નહોતી. છતાં તેઓ આ મુશ્કેલ ભરેલ કામમાં લાગી જાય છે. ઘણી હાસ્યાસ્પદ ઘટનાઓ ઘટે છે. અમનને પરિવારનુ મહત્વ સમજાય છે. શુ અમન અને નેહાના લગ્ન થશે ? શુ તેઓ પોતાના સપનાને પૂરા કરી શકશે ?
આ ફિલ્મ પ્રેમની સાથે સાથે આ વાત પર પણ જોર આપે છે કે પોતાના પરિવાર અને સંસ્કૃતિને કદી ભૂલવુ ન જોઈએ.