Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ દેખે જરા

આ દેખે જરા
નિર્માતા - વિકી રાજાની
નિર્દેશક - જહાંગીર સુરતી
સંગીત - ગૌરવ દાસ ગુપ્તા, પ્રીતમ ચક્રવર્તી
કલાકાર - બિપાશા બાસુ, નીલ નિતિન મુકેશ, રાહુલ દેવ, સોફી ચૌધરી

સંજય દત્તની પહેલી ફિલ્મ 'રોકી'ના એક ગીતની લાઈન છે 'આ દેખે જરા', તેને આધાર બનાવીને આ ફિલ્મનુ નામ મૂકવામાં આવ્યુ છે. આ ફિલ્મનુ નામ પહેલા 'ફ્રીજ' વિચારવામાં આવ્યુ હતુ જે પછી બદલી નાખ્યુ.

વાર્તા છે. રે આચાર્ય(નીલ નીતિન મુકેશ)ની, જે એક ફોટોગ્રાફર છે અને પોતાની ઓળખાણ બનાવવા માટે સઘર્ષ કરી રહ્યો છે. તેના હાથમાં પોતાના દાદાનો એક સ્પેશ્યલ કેમેરા આવી જાય છે જેમા તેને ભવિષ્યની ઝલક દેખાય છે.

કેમેરા હાથમાં આવતા જ તેની જીંદગી બદલાય જાય છે. તેણે કદી સપનામાં પણ નહોતુ વિચાર્યુ કે તેને જીંદગી આટલી સારી થઈ જશે. શ્રીમંત થવાની સાથે સાથે તેના જીવનમાં સિમી(બિપાશા બાસુ) આવે છે જેને તે ખૂબ જ ચાહે છે.

IFM
સિમી સેક્સી છે, ડીજે છે અને જીંદગી પોતાની શરતો પર જીવે છે. રે ને લાગે છે કે હવે તેના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ છે, પરંતુ કેમેરાની તાકત પોતાની સાથે કેટલાક ખતરાઓ પણ લાવે છે. રે નો સામનો અંધેર પક્ષ સાથે થાય છે. તેને ખરાબ તાકતો ઉપરાંત નસીબ સાથે પણ લડવુ પડે છે.

'આ દેખે જરા' એક ઝડપી ગતિવાળી રોમાંટિક, મ્યૂઝિકલ, થ્રિલર અને એક્શન ફિલ્મ છે, જે દર્શકોને ભરપૂર મનોરંજનનુ પ્રોમિસ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati