Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજના હનુમાન

આજના હનુમાન
IFM
નિર્માતા : પરસેપ્ટ પિક્ચર કંપન
નિર્દેશક : અનુરાગ કશ્ય
સંગીત - તપસ રેલિય

'રિટર્ન ઓફ હનુમાન' ની શરૂઆતમાં જ બતાવી દીધુ છે કે આ ફિલ્મ કોઈ ફિલ્મની સીકવલ નથી. જો તમે 'હનુમાન' ન પણ જોઈ હોય તોતમે 'રિટર્ન ઓફ હનુમાન' જોઈ શકો છો. 'હનુમાન'ની કથા જુની હતી પણ આ ફિલ્મને આજના જીવન એટલેકે કળયુગ સાથે જોડી દેવામાં આવે છે.

બધા ભગવાન એવા જ સંવાદ બોલે છે જેવા રોજીંદા જીવનમાં મનુષ્ય બોલતા હોય છે. તેમના સંવાદોમાં અંગ્રેજી શબ્દોનો પણ ઉપયોગ થાય છે. ચિત્રયુગ પાપોનો હિસાબ લેપટોપ પર કરે છે. બ્રહ્માજી જ્યારે ચિત્રગુપ્ત પાસે મનુષ્યના પાપોનો હિસાબ માગે છે તો તેઓ લેપટોપ પર મેનકા ડોટ કોમ નામની વેબસાઈટ જોઈ રહ્યા હોય છે.

webdunia
IFM
બ્રહ્માજી જ્યારે તેને વઢે છે ત્યારે તે ગ્રાફ દોરીને બતાવે છે કે પાપ કેટલા વધી ગયા છે. ઈન્દ્રદેવ મેનકાની સાથે રૂમ બંધ કરીને પ્રેમમાં ડૂબ્યા રહે છે અને નારદ તેમને જોવાનો પ્રયત્ન કરે છે. રાક્ષસ પણ અતિ આધુનિક ટેકનીક ધરાવે છે. નિર્દેશકે જુના પાત્રોને આજના સમય સાથે જોડી દેવામાં આવ્યા છે.

ફિલ્મ બનાવતી વખતે એ ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે કે બાળકોની સાથે સાથે મોટેરાંઓને પણ આ ફિલ્મ જોઈને મજા આવે. તેથી ખલનાયક સંજીવ કુમાર, શત્રુધ્ન સિન્હા, રાજકુમાર, શાહરૂખ ખાનની જેવા સંવાદ બોલે છે. વાંદર રજનીકાંતની જેમ ફાઈંટિગ કરે છે. થોડી સેકંડ માટે ગાઁધીજી પણ આવી જાય છે.

હનુમાનજી સ્વર્ગલોકમાં પણ તે જ ચહેરા જોઈને બોર થઈ ગયા છે અને તેમની ઈચ્છા પૃથ્વીલોક પર જવાની છે. બ્રહ્માજીએ તેમના અનુબંધ પર સહી કરાવીને પૃથ્વી પર મોકલી દે છે. એક પંડિતના ઘરે તેમણે જન્મ લીધો.

webdunia
IFM
મારુતિ નામનો આ છોકરો એટલો હોશિયાર અને ચાલાક છે કે ત્રણ મહીનાની ઉમંરમા જે તે શાળાએ જવા માંડે છે. જમવાનું તો એ એટલું જમે છે કે આખુ ગામ હેરાન થઈ જાય છે. શુક્ર ગ્રહથી આવેલા રાક્ષસોનો સામનો કરીને આ બાળ હનુમાને મનુષ્ય જાતિની રક્ષા કરે છે. .

ફિલ્મના મધ્યાંતર પહેલાનો ભાગ શ્રેષ્ઠ છે, પણ મધ્યાંતર પછી ફિલ્મમાં નીરસતા ભારે પડી જાય છે. બાળ હનુમાન ખૂબ જ પ્રેમાળ છે. ફિલ્મના સંવાદો પસંદગીના છે અને ચહેરા પર હાસ્ય લાવે છે. એનિમેશનમાં કલ્પના છલકાઈ રહી છે. 'રિટર્ન ઓફ હનુમાન' ને બાળકો પસંદ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati