Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રેમની સંવેદનાઓથી પરિપૂર્ણ પ્રાણીઓ...

પ્રેમની સંવેદનાઓથી પરિપૂર્ણ પ્રાણીઓ...
ફક્ત મનુષ્ય જ સારા માતા પિતા સાબિત થાય છે એવુ નથી. પશુઓમાં પણ કેટલાક અસાધારણ પિતા સિધ્ધ થયા છે. સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ તો એક નર-હોર્સનુ છે, જેની પાસે એક થેલી હોય છે જેમાં માદા સી-હાર્સ ઈંડા આપે છે. ત્યારબાદ પિતા લગભગ બે મહિના સુધી પોતાના ફૂલેલા પેટના અંદરથી બચ્ચા બહાર નીકળવાની રાહ જુએ છે અને લગભગ ડઝન કે તેની આસપાસ બાળકોને જન્મ આપવા માટે એક થી બે દિવસનુ દુ:ખ પણ સહન કરે છે. નર પોતાન બાળકોની ત્યાં સુધી રક્ષા કરે છે જ્યા સુધી તેઓ સ્વંય જીવન જીવી ન શકે.

એક નર સમૃદ્રી કૈટ-ફિશ 60 દિવસો સુધી પોતાના મોઢામાં 48 ચચૂકાના આકારના ઈંડાને મૂકે છે જ્યા સુધી તેમાંથી બાળકો ન નીકળે. આ સમય દરમિયાન કેટ-ફિશ જમવાનુ પણ છોડી દે છે. નર ડારવિન દેડકો પણ આવુ જ કરે છે. જે પોતાના ઈંડાને પોતાના મોઢાની એક થેલીમાં સેવે છે. અને ત્યાં સુધી તે તેમને ત્યાં જ મૂકી રાખે છે જ્યાં સુધી તેમાથી બાળકોની પૂંછડી પૂરી ન થાય અને તે નાના દેડકા બનીને તેના મોઢામાંથી કૂદીને બહાર ન નીકળી જાય.

એક નર સ્ટિકબ્રેક માછલી પાણીના છોડના ટુકડાઓથી નદીના તળિયે માળો બનાવે છે. પોતાના સાથી દ્વારા આપવામાં આવેલા ઈંડાને ફર્ટિલાઈજ કર્યા પછી પિતા તેની ઉપર આંટા મારે છે અને ઈંડાને પોતાના ફિનથી હવા આપે છે. રોજ તે ઈંડાને ઉઠાવીને સાફ કરે છે અને તેમને ચોખ્ખા રાખવા માટે લીલ અને મલવાને દૂર કરે છે. જો કોઈ બાળક હમણા જ જન્મેલુ બાળક કંઈ દૂર નીકળી જાય તો પિતા તેને પોતાના મોઢામાં પકડીને પાછુ પોતાના માળા સુધી લાવે છે. તે બાળકોની રક્ષા કરવા માટે ત્યાંથી હટતુ નથી. જો કોઈ ભૂખી માછલી ત્યાં આવે તો સ્ટિંકબૈંક પિતા પોતાની પીઠના હાડકાઓને તલવારની જેમ ફેરવે છે અને આક્રમણકારીને કરડીને ભગાડી દે છે.

કેટલાય નર પક્ષી પણ શ્રેષ્ઠ પિતા સાબિત થાય છે એક એમ્પરર પેગ્વિન પિતા પોતાના ઈંડાની રક્ષા કરવા માટે તેમણે પોતાના પેટથી ઢાંકીને પોતાના પગ મુકીને બે મહિનાથી વધુ સમય સુધી અંટાકર્ટિકની ઠંડી હવાઓને સહે છે. આ દરમિયાન તે કશુ પણ ખાતો નથી અને હકીકતમાં પોતાના બાળકોને સેવવા દરમિયાન તેનુ વજન 25 પાઉંડ ઓછુ થઈ જાય છે. ત્યારબાદ તે પોતાના ગળાના એક વિશેષ દ્રવ્યથી બાળકોનુ પોષણ કરે છે. પોતા પેગ્વિન ફક્ત માતાના આવ્યા પછી જ આરામ કરવા કે ખાવા માટે જાય છે. માતા જે આ સમય દરમિયાન દૂર સમુદ્રમાં ભોજન કરવા માટે ગઈ હતી અને તે પછી આવીને સંભાળી લે છે.

નર અને માદા કબૂતર બંને દૂધ ઉત્પન્ન કરે છે અને વારાફરતી પોતાના બાળકોને પીવડાવે છે.

રિયા શતુરમુર્ગની જેમ મોતા દક્ષિણી આફ્રિકી પક્ષી હોય છે. પિતા રિયા એકલી જ પોતાના બાળકોની સંભાળ રાખે છે. ઈંડાથી લઈને બાળક બનવા સુધી તે તેમણે ભોજન આપે છે તથા તેમની રક્ષા કરે છે જ્યાં સુધી કે તે પોતે જીવવા માટે પર્યાપ્ત મોટા ન થઈ જાય. નામાકા સૈંડ ગ્રાઉસ પોતાને પાણીથી પલાળવા માટે એક દિવસમાં 50 મીલ દૂર જાય છે અને પોતે પલળીને પાછો પોતાના માળા તરફ આવે છે જેથી કરીને તેના બાળકો તેની પાંખથી પાણી પી સકે.

સૌથી વધુ સમર્પિત માતા-પિતામાં બીવર પિતા આવે છે. સમગ્ર બીવી પરિવાર સંપૂર્ણ શિયાળા દરમિયાન એક અંધારા ઘરમાં રહે છે. માતા પિતા બંને આ ઘરને બનાવે છે અને તેને સારી સ્થિતિમાં મૂકે છે. બાળકો માઁનુ દૂધ છોડી દે પછી માતા-પિતા આ ઘરમાં જમવાનુ લાવે છે.

પશુઓ પર કરાયેલા અધ્યયન પરથી એ જાણવા મળે છે કે માતા અને પિતા બંને સાથે ઉછારાયેલા બાળકો વધુ સારી રીતે જીવે છે અને તેમની બુધ્ધિ પણ ફક્ત માતા દ્વારા ઉછારાયેલા બાળકોથી વધુ તીવ્ર હોય છે.

વૈજ્ઞાનિકો જેટલુ વધુ કીડીઓ, માછલીઓ અને નાના પશુઓને જુએ છે, તેમણે ઉત્કૃષ્ટ પિતૃત્વના ઉદાહરણ જોવા મળે છે. તમે પણ તમારા પિતાને કહી શકો કે તેઓ પણ એક આવા જ પિતા છે.

Share this Story:

Follow Webdunia gujarati