Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક મા સો શિક્ષકની ગરજ સારે...

એક મા સો શિક્ષકની ગરજ સારે...
N.D

સ્ત્રી માના રૂપે બાળકની ગુરૂ છે. બાળક જ્યારે જન્મ પછી બોલતાં શીખે છે તો તેના મુખમાંથી સૌથી પહેલો શબ્દ નીકળે છે માઁ. બાળકના મોઢેથી નીકળેલ આ શબ્દ માત્ર શબ્દ નથી હોતો ' સુફળ ' છે તે માતા દ્વારા પોતાના બાળકને નવ મહિના સુધી પોતાના ઉદરમાં રાખવાનું અને તેની પ્રસવ પીડા સહન કરવાનું.

માતાને જે અનુભવ થાય છે તે બાળકના જીવન પર પ્રભાવ પડે છે. માતા દ્વારા જ તેને સંસ્કાર મળે છે. માતાના ઉચ્ચારણ અને ભાષાથી જ તે ભાષા-જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ જ ભાષા-જ્ઞાન તેના સંપૂર્ણ જીવનનો આધાર હોય છે. આ જ નીવ પર બાળકની શિક્ષા-દીક્ષા તથા સંપૂર્ણ જીવનની યોગ્યતાનો મહેલ ઉભો કરે છે.

માતાનું કર્તવ્ય ફક્ત બાળકના પાલન પોષણ સુધી જ સીમિત નથી પરંતુ બાળકને જીવનમાં વિકસીત થવા, ઉત્કર્ષની તરફ વધવામાં પણ માઁ જ શક્તિ પ્રદાન કરે છે. તેને જ સાચી પ્રેરણા કહે છે.

સમય-સમયે બાળકને બાળાવસ્થામાં સંભળાવેલી કથાઓ-વાર્તાઓ, ઉપદેશ દ્વારા અપાયેલ જ્ઞાન વગેરે બાળકના જીવન પર એક અમીટ છાપ છોડી જાય છે.

બાળકની પ્રત્યે માતાનો આ પ્રેમ પરમાત્માનો પ્રકાશ છે. માતૃત્વને આ ધરતી પર દેવત્વનું રૂપ મળેલ છે. માતૃત્વ પ્રત્યે ઉચ્ચ કોટિની શ્રદ્ધા રાખ્યા વિના દેવત્વની પૂજા અને સાધના નથી થઈ શકતી. માતા તો ત્યાગની મૂર્તિ છે. પોતાની ઈચ્છાઓ, જરૂરિયાતો, સુખ-સુવિધાઓ તેમજ અપેક્ષાઓનો ત્યાગ કરીને તે ફક્ત પોતાના પરિવારને જ પ્રાધાન્ય આપે છે અને પોતાને ગૌણ બનાવી દે છે.

એક વિદ્વાનના અનુસાર માતા એટલે કે દેવી અને દેવી શબ્દનું તાત્પર્ય છે આપવાનો તેનો સ્વભાવ છે. તેનું દાન ક્યારેય પણ સમાપ્ત નથી થતું તે ફક્ત આપે જ છે. આ આપવાની અંદર પણ તે પોતાની જાતને મળ્યું હોય તેવું માને છે. ફક્ત ભારતની અંદર જ નહિ પરંતુ બ્રિટિશ કાઉન્સીલ દ્વારા 102 દેશની અંદર કરાયેલ એક સર્વેક્ષણ અનુસાર પણ મધર શબ્દ અંગ્રેજી પણ બધા જ શબ્દોમાં સૌથી સુંદર છે. આ જ નહિ નારીના સન્માનની પરંપરા આજે પણ ભારતીય ઈતિહાસની અંદર ચરિત્ર અને પ્રેરણાસ્ત્રોત બનેલી છે. ભારતીય ઈતિહાસની અંદર એવા અનેક ઉદાહરણ ભરેલા પડ્યાં છે જેનાથી માનું બલિદાન, પ્રેરણા તેમજ સાહસ પણ દેખાઈ આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati