Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યૂપી બિહારમાં ચાલશે મોદીનો જાદુ, ભાજપાને મળશે સૌથી વધુ સીટો

યૂપી બિહારમાં ચાલશે મોદીનો જાદુ, ભાજપાને મળશે સૌથી વધુ સીટો
, શનિવાર, 22 ફેબ્રુઆરી 2014 (10:51 IST)
P.R

લોકસભા ચૂંટણીમાં ભાજપા સૌથી મોટી પાર્ટી બનીને આવી શકે છે. એક ખાનગી ચેનલ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં મોદી લહેરની અસર જોવા મળી રહી છે.

ચેનલના મુજબ યૂપીની 80 સીટોમાંથી ભાજપાને 40 સીટો મળવાનુ અનુમાન છે. જ્યારે કે અન્ય દળોમાં કોંગ્રેસને 11, એસપીને 14 બસપાને 13 જ્યારે કે અન્યને 1-1 સીટો મળશે એવુ અંદાજ બતાવાયો છે.


બિહારમાં પણ મોદી ફેક્ટર કામ કરતુ જોવા મળી રહ્યુ છે. સર્વે મુજબ ભાજપા સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી રહી છે. જ્યારે કે જદયૂને મોટુ નુકશાન થતુ દેખાય રહ્યુ છે. સર્વે મુજબ કોંગ્રેસ-એલજેપી-આરજેડી મળીને લડશે તો ભાજપાને થોડીક સીટો ગુમાવવી પડશે. જ્યારે કે આ ગઠબંધનને ફાયદો થશે.

ચેનલ મુજબ બિહારની 40 સીટોમાંથી ભાજપાને 21, કોંગ્રેસને 2, જદયૂને 9, આરજેડીને 5, એલપેજી એક અને અન્યને 2 સીટો મળવાનો અંદાજ છે. મતલબ સ્પષ્ટ છે કે આ રાજ્યમાં પણ મોદી લહેર કામ કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati