ભાજપનાં ચૂંટણી પ્રચારમાં ઓબામાનું અનૂકરણઃ "નવી બોટલમાં જૂના દારુ"
, સોમવાર, 24 માર્ચ 2014 (16:13 IST)
નરેન્દ્ર મોદીને ભાવિ વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરી આગળ વધી રહેલા ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી અભિયાન પર અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ચૂંટણી અભિયાનની ઘેરી અસર જોવા મળી રહી છે. આ સાથે અગાઉની ચૂંટણીઓમાં જે થીમ અને શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને સહેજ નવા સ્વરૃપે રજૂ કરીને લોકો સમક્ષ મૂકવામાં આવી રહ્યું છે. જોકે, વિવેચકો આને નવી બોટલમાં ભરવામાં આવેલા જૂના દારૃ તરીકે પીરસવામાં આવી રહ્યો છે. ભાજપે ચૂંટણી પ્રચારમાં ક્યાં પોતાનું અને નરેન્દ્ર મોદીએ ક્યાં બરાક ઓબામાનું અનૂકરણ કર્યું છે તેના ઉપર એક નજર કરીએ.ચૂંટણી માટે સ્લોગન૧૯૯૮ની લોકસભાની ચૂંટણી વખતે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર અટલ બિહારી વાજપેઇને કેન્દ્રમાં રાખી ભાજપે 'બારી બારી સબકી બારી, અબ કી બારી અટલ બિહારી' નું સ્લોગન અપનાવ્યું હતું. આ સ્લોગનથી ભાજપને સફળતા તો મળી હતી અને તે સત્તા મેળવવામાં સફળ રહ્યું હતું. હવે આ વખતે ભાજપે 'અબ કી બાર મોદી સરકાર'નું ચૂંટણી સ્લોગન અપનાવ્યું છે. આ સ્લોગનમાં ભાજપે પોતાનું જ અનૂકરણ કર્યું હોય તેવી છાંટ સ્પષ્ટ જોવા મળે છે. આવી જ રીતે ૨૦૦૪ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે પોતાના શાસનમાં દેશનો વિકાસ થયો છે તેમ દર્શાવવા 'ઇન્ડિયા શાઇનિંગ'નું સૂત્ર અપનાવ્યું હતું. આવી જ રીતે આ વખતે ભાજપ ગુજરાતના વિકાસનું ચિત્ર દર્શાવી ચૂંટણીપ્રચારમાં આગળ વધી રહ્યું છે. 'ઇન્ડિયા શાઇનિંગ'ના સ્લોગનના ફેલાવા માટે ભાજપે ૨૦ મિલિયન અમેરિકન ડોલર ખર્ચ્યા હતા.જનતા પાસેથી ચૂંટણીભંડોળજાન્યુઆરી ૨૦૧૨માં ઓબામાએ પોતાની રાષ્ટ્રપતિ તરીકે પુનઃવરણી થાય તેવા હેતુથી ચૂંટણીપ્રચાર માટે પોતાના સમર્થકોને ફંડ આપવા અનુરોધ કર્યો હતો અને તે ફંડને 'ઓર્ગેનાઇઝિંગ ફોર અમેરિકા' નામ અપાયું હતું. ઓબામાએ આ માટે ઓનલાઇન ડોનેશન ઉઘરાવવાની પણ શરૃઆત કરી હતી. ફેબુ્રઆરી ૨૦૧૨માં નરેન્દ્ર મોદીએ પક્ષના કાર્યકરો અને જાહેર જનતા સમક્ષ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાનો ફરી વિજય થાય તેના માટે ફંડ આપવા અનુરોધ કર્યો હતો. મોદીએ આ ઝૂંબેશને 'ધનસંગ્રહ' નામ આપ્યું હતું.ગૂગલ હેંગઆઉટમાં ચર્ચાજાન્યુઆરી ૨૦૧૨માં ઓબામાએ જાહેર જનતા સાથે ગૂગલ હેંગઆઉટના માધ્યમથી ચર્ચા કરી તેમની સમસ્યા, મંતવ્યો જાણવા પ્રયાસ કર્યો હતો. ઓબામા સાથે આ ઓનલાઇન ચર્ચા માટે લગભગ બે લાખ લોકો જોડાયા હતા. સપ્ટેમ્બર ૨૦૧૩માં મોદીએ પણ ગૂગલ હેંગઆઉટનો ઉપયોગ કર્યો હતો. અંદાજે ૨૦ હજાર લોકોએ મોદી સાથે ગૂગલ હેંગઆઉટમાં ચર્ચા કરી હતી.મર્ચેન્ડાઇઝનું વેચાણફેસબૂકના સહસ્થાપક ક્રિસ હ્યુજીસના માર્ગદર્શનથી ઓબામાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. હ્યુજીસે સોશિયલ મીડિયામાં 'માય બરાક ઓબામા' નામની વિવિધ મર્ચેન્ડાઇઝ વેચાણમાં મૂકી હતી. નરેન્દ્ર મોદીની સાયબર ટીમે 'નમો લીગ' બનાવી છે અને ફેસબૂકમાં તેમને ૪ લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્માર્ટ ફોન, નમો ટી સ્ટોલ, નમો ટી શર્ટ જેવી વિવિધ મર્ચેન્ડાઇઝ માર્કેટમાં મૂકવામાં આવી છે.ચા વેચનારા તરીકે પ્રોજેક્ટઓબામાએ ચૂંટણીપ્રચાર દરમિયાન પોતાની રજૂઆત મધ્યમ વર્ગમાંથી આવનારા તરીકે કરી હતી. ઓબામાને બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બનવામાં આ મધ્યમ વર્ગમાંથી આવનારાની ઇમેજથી ખાસ્સો ફાયદો થયો હતો. બીજી તરફ મોદી સતત પોતાની રજૂઆત એક 'ચા વેચનારા' તરીકે કરી રહ્યા છે.ટ્વિટર એકાઉન્ટ્સઓબામાએ ચૂંટણીપ્રચાર દરમિયાન અમેરિકાના દરેક રાજ્યની લાક્ષણિક્તાને ધ્યાનમાં રાખી વિવિધ ટ્વિટર એકાઉન્ટ્સ બનાવ્યા હતા. ઓબામાને તેનાથી ખૂબ લાભ થયો હતો અને પોતાને કયા રાજ્યમાં ભાષણ દરમિયાન શેનો ઉપયોગ કરવો છે તેનાથી વાકેફ હતા. આવી જ રીતે નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે આસામિઝ, કન્નડ, મણિપુરી, તેલુગુ, મલિયાલમ, ઓરિયા, મરાઠી જેવી વિવિધ પ્રાંતિય ભાષામાં પોતાના ટ્વિટર એકાઉન્ટ્સ બનાવેલા