. લોકસભા ચૂંટણી અભિયાન માટે ભાજપાના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ 3 લાખ કિલોમીટરની યાત્રા કરીને 5827 રેલીઓને સંબોધિત કરી.
બીજેપીએ કહ્યુ કે ભારતના ચૂંટણી ઈતિહાસમાં મોદીએ અત્યાર સુધી સૌથી વધુ રેલીઓ કરી છે. ભાજપાનુ કહેવુ છે કે 25 રાજ્યોમાં મોદી 434 રેલીઓને સંબોધિત કરી અને 15 સપ્ટેમ્બરના રોજ 1350 રેલીઓને થ્રી ડી તકનીકના આધારે સંબોધિત કરી.
16મી લોકસભાના આ ચૂંટણીમાં બે સીટો દ્વારા ચૂંટણી લડી રહેલ મોદીએ 4 હજાર 'ચાય પે ચર્ચા' મીટિંગો સહિત 5827 રેલીઓને સંબોધિત કરી. વીડિયો લિંક દ્વારા લોકો સાથે ચાય પે ચર્ચા કરીને મોદીએ બીજેપીના ચૂંટણી અભિયાનને નવી દિશા આપી. અને રેલીઓ ઉપરાંત વારાણસી અને વડોદરામાં મોદીએ બે મોટા રોડ શો પણ કર્યા જેમા જોરદાર ભીડ જોવા મળી.
બીજેપીએ દાવો કર્યો છે કે મોદીએ ચૂંટણી અભિયાન દ્વારા લગભગ 10 કરોડ લોકો સુધી પહોંચ બનાવી. 15 સપ્ટેમ્બરના રોજ હરિયાણાના રેવાડીમાં મોદીએ પૂર્વ સૈનિકોની પ્રથમ ચૂંટણી રેલીની અને 10 મે ના રોજ ઉત્તરપ્રદેશના બલિયામાં મોદીએ પોતાની છેલ્લી ચૂંટણી રેલીને સંબોધિત કરી.
ચૂંટણી તારીખોનુ એલાન કરતા પહેલા મોદી અનેક રાજ્યોમાં 21 રેલીઓ સંબોધિત કરી ચૂક્યા હતા અને 26 માર્ચના રોજ ભારત વિજય અભિયાનની શરૂઆત કરી. સોશિયલ મીડિયાથી લઈને થ્રી ડી તકનીકની મદદ લઈને અને વ્યક્તિગત રૂપે રેલીઓ કરનારા મોદીના પ્રચાર અભિયાનને બીજેપી ચૂંટણી ઈતિહાસમાં ઐતિહાસિક હોવાનો દાવો કરી રહી છે.
જુદા જુદા રાજ્યોની વાત કરીએ તો મોદી સૌથી વધુ 8 રેલીઓ ઉત્તરપ્રદેશમાં કરી, કર્ણાટકમાં 4 બિહારમાં 3, તમિલનાડુ અને મહરાષ્ટ્રમાં 2-2 બીજી બાજુ અસમ ઉડીસામાં 1-1 રેલી કરી. 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં થ્રી ડી દ્વારા ચૂંટ્ણી પ્રચારનો પ્રથમવાર પ્રયોગ કરનારા મોદીએ લોકસભા ચૂંટણીમાં પણ આ તકનીકનો ખૂબ ઉપયોગ કર્યો.