કેજરીવાલે સ્વીકાર્યુ કે દેશમાં છે મોદીની લહેર
, મંગળવાર, 25 ફેબ્રુઆરી 2014 (15:58 IST)
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે માન્યુ છે કે દેશમાં મોદીની હવા છે. એક હિંદી છાપામાં અરવિંદ કેજરીવાલનો ઈંટરવ્યુ છપાયો છે. તેણે કહ્યુ કે મોદીની લહેરને તેઓ નકારી નથી શકતા. આ તો છે વાત બીજેપીની, પણ કેજરીવાલે કોંગ્રેસના નેતાઓના પણ વખાણ કર્યા છે. કેજરીવાલે કહ્યુ છે કે કોંગ્રેસ અને ભાજપામાં પણ ઘણા સારા લોકો છે. બસ મારી તેમને અપીલ છે કે ઈમાનદાર લોકો પોતાની પાર્ટીયો છોડીને 'આપ' માં જોડાય જાય. કેજરીવાલે એવુ પણ કહ્યુ છે કે અમે એવુ નથી કહી રહ્યા કે બાકી બધા ચોર છે. આ તો મીડિયા ઉછાળી રહી છે. આપ ફક્ત અંબાણી અંબાણી કરી રહી છે શુ દેશનો આ મોટો મુદ્દો છે ? આ પ્રશ્નના જવાબ પર કેજરીવાલનુ કહેવુ હતુ કે અમે આ વાત પણ નકારતા નથી કે સરકાર અંબાણીના ખિસ્સામાં છે. થોડા દિવસો પહેલા કેજરીવાલે મીડિયા પર જોરદાર નિશાન સાધ્યુ હતુ. આ બાબત પર જ્યારે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે જ્યારે મીડિયા તમને સપોર્ટ કરી રહી હતી, ત્યારે મીડિયા ભ્રષ્ટ નહોતી. જ્યારે તમે ઘરના આપી, તો બધા ભ્રષ્ટ થઈ ગયા ? આના જવાબમાં કેજરીવાલનુ કહેવુ હતુ કે તમે ઈંટરવ્યુ નથી લઈ રહ્યા પણ ગુસ્સો ઉતારી રહ્યા છો. આમ તો બધા નિર્ણય કેજરીવાલ લોકોને પૂછીને લે છે તો ટિકિટ આપતી વખતે કેમ નહી ? કેજરીવાલનુ કહેવુ છે કે લોકસભા ચૂંટણી ખૂબ જલ્દી થવાની છે અમારી પાસે સમય નથી તેથી બધા નિર્ણય ઉતાવળમાં લેવાના છે.