Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રાથમિક શિક્ષા માતૃભાષામાં હોય પણ અંગ્રેજી પણ અનિવાર્ય રહે

પ્રાથમિક શિક્ષા માતૃભાષામાં હોય પણ અંગ્રેજી પણ અનિવાર્ય રહે
, ગુરુવાર, 14 જુલાઈ 2016 (16:05 IST)
- વિજય કુમાર મલ્હોત્રા 
કેન્દ્ર સરકાર નવી શિક્ષા નીતિ લાવવાની તૈયારી કરી રહ્યુ છે. આ માટે 21 જુલાઈ સુધી લોકોના વિચાર પણ માગ્યા છે. આ સંબંધમાં રેલ મંત્રાલયના રાજભાષા વિભાગના પૂર્વ નિદેશક વિજય કુમાર મલ્હોત્રાએ પણ પોતાના વિચાર જણાવ્યા છે. 
 
વિચાર બિંદુ 1. 
 
આ વિષય પર વિચાર કરવા પહેલા અમે આ સમજવુ પડશે કે શિક્ષણના સંદર્ભમાં માધ્યમ અને વિષય બે જુદા જુદા મુદ્દા છે.  ખાસ કરીને પ્રાથમિક શિક્ષામાં માતૃભાષાના માધ્યમથી શિક્ષણ આપવાથી બાળકની મૌલિક રચનાત્મક પ્રતિભાને વિકસિત કરવામાં ચોક્કસ મદદ મળે છે.  તેમા વિવાદની કોઈ શક્યતા નથી. પણ અનિવાર્ય વિષયના રૂપમાં અંગ્રેજીનો અભ્યાસ બંધ કરી દેવામાં આવે, આ વિચાર સાથે હુ બિલકુલ સહમત નથી.  
 
ભારત જેવા વિકાસશીલ દેશમાં આધુનિક જ્ઞાન-વિજ્ઞાનને પ્રોત્સાહિત કરવા માટે અંગ્રેજી જરૂરી જ નહી અનિવાર્ય પણ છે. જે ભાષામાં ઈંટરનેટ પર 81 ટકા વિષયવસ્તુ અંગ્રેજીમાં સુલભ હોય અને ચિકિત્સા, એંજિનિયરી અને કમ્પ્યુટર વિજ્ઞાન જેવા આધુનિક જ્ઞાન-વિજ્ઞાનના પુસ્તકો મૂળત: અંગ્રેજીમાં સુલભ હોય. ત્યા વિદ્યાર્થીઓને આ ભાષાના જ્ઞાનથી વંચિત રાખવા પણ બેઈમાની છે.

મને માહિતી મળી છે કે મહારાષ્ટ્રમાં આવા અનેક વિદ્યાલય છે જેમા શિક્ષાનુ માધ્યમ મરાઠી છે પણ અંગ્રેજીનો 
અભ્યાસ અનિવાર્ય વિષયના રૂપમાં કરાવવામાં આવે છે. ત્યાના વિદ્યાર્થી-વિદ્યાર્થીની અંગ્રેજી માધ્યમથી આયોજીત થનારી પ્રતિયોગી પરીક્ષાઓમાં અંગ્રેજી માધ્યમથી ભણનારા વિદ્યાર્થીઓથી અનેકગાણા આગળ નીકળી જાય છે. હકીકતમાં પુસ્તકાલય ભાષા(Library Language) ના રૂપમાં અંગ્રેજી ભાષાનો  ઉપયોગ આપણા વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયક સિદ્ધ થઈ શકે છે.   
 
પ્રસ્તાવ :- 
 
ભારતની રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં એવી વ્યવસ્થા હોવી જોઈ કે કમસે કમ પ્રાથમિક શિક્ષાનુ માધ્યમ માતૃભાષામાં હોય જેથી વિદ્યાર્થીઓની મૌલિક રચનાત્મક પ્રતિભાનો વિકાસ થાય. પણ પુસ્તકાલય ભાષા (Library Language) ના રૂપમાં અંગ્રેજીના મહત્વને જોતા અનિવાર્ય વિષયના રૂપમાં અંગ્રેજી ભાષાનો અભ્યાસ-અધ્યાપનની વ્યવસ્થા પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવે જેથી આપણા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ શરૂઆતથી જ જ્ઞાન-વિજ્ઞાનના અભ્યાસમાં અંગ્રેજી માધ્યમથી ભણનારા વિદ્યાર્થીઓથી આગળ રહે. 
 
ક. હુ સહમત છુ. 
ખ. હુ સહમત નથી. 
ગ. વિશેષ ટિપ્પણી, જો જરૂરી સમજો. 
 
વિચાર બિંદુ 2. 
 
દેશમાં ભાવાત્મક એકતા અને આધુનિકતા જ્ઞાન-વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે સન 1968માં સંસદના બંને સત્રોએ સામાન્ય સહમતિથી ત્રિભાષા સૂત્ર (Three Language Formula) થી સંબંધિત સંકલ્પ રજુ કર્યો હતો. આ સંકલ્પમાં શાળામાં શિક્ષામાં મુખ્ય રીતે હિન્દી, અંગ્રેજી અને ક્ષેત્રીય ભાષાને અનિવાર્ય રૂપે ભણાવવાની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. પણ કદાચિત શિક્ષા રાજ્યનો વિષય હોવાને કારણે ન તો હિન્દી પ્રદેશોમાં કે ન તો હિન્દીતર પ્રદેશોમાં તેનુ અનુપાલન કરવામાં આવ્યુ. 
 
બિહાર અને ઉપ્ર જેવા હિન્દીભાષી રાજ્યોમાં ત્રિભાષા સૂત્રને પહેલી હિન્દી, બીજી હિન્દી અને ત્રીજી પણ હિન્દીના 
રૂપમાં જ સ્વીકારાઈ. પરિણામ એ આવ્યુ કે આ રાજ્યોમાં વિદ્યાર્થી પ્રતિયોગી પરીક્ષાઓમાં માત ખાવા લાગ્યા.  
એટલુ જ નહી હિન્દી અધિકારી જેવા પદો માટે પણ યોગ્ય સાબિત ન થયા.  કારણ કે અંગ્રેજીમાંથી હિન્દી અનુવાદ માટે પણ અંગ્રેજીની માહિતી અપેક્ષિત હતી. હિન્દી પત્રકારિકા માટે પણ તેઓ યોગ્ય સાબિત ન થયા.  કારણ કે સમાચાર એજંસીઓ તરફથી મૂળ અંગ્રેજીમાં પ્રાપ્ત સમાચારોને સમજવા માટે પણ અંગ્રેજીનુ જ્ઞાન અપેક્ષિત  હતુ. થોડાક જ વર્ષોમાં આનો મોહભંગ થઈ ગયો અને હવે પરિસ્થિતિ એ છે કે ફક્ત અંગ્રેજી જ શીખવવા માંગે છે.  બંને જ અતિવાદી દ્રષ્ટિકોણ છે. સાચુ જોતા શિક્ષામાં સંતુલિત દ્રષ્ટિ અપેક્ષિત છે.  હિન્દીતર પ્રદેશોએ થોડી સમજદારીથી કામ લીધુ.  તેમણે હિન્દીને તો હટાવી દીધુ પણ શિક્ષાનુ માધ્યમ માતૃભાષાને રાખવાની સાથે સાથે અંગ્રેજીનો અભ્યાસ પણ અનિવાર્ય વિષયના રૂપમાં ચાલુ રાખ્યો. 
 
રાષ્ટ્રીય શિક્ષા નીતિના પ્રારૂમાં સંસ્કૃતનો અભ્યાસ પણ અનિવાર્ય વિષયના રૂપમાં રાખવાની ભલામણ કરવામાં આવી છે. ત્રિભાષા સૂત્ર (Three Language Formula)માં હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ક્ષેત્રીય ભાષાના રૂપમાં મુખ્યત દક્ષિણ ભારતીય ભાષાઓમાંથી કોઈ એક ભાષાને ભણાવવાની વાત કરવામાં આવી હતી. પણ મારી વિનમ્ર સલાહ છે કે હિન્દી ભાષી રાજ્યોમાં  હિન્દી અને અંગ્રેજી સાથે સાંસ્કૃતિક વિરાસતની ભાષાઓના રૂપમાં સંસ્કૃત કે ઉર્દૂ ભણાવવાની વાત કરી શકાય છે. 
 
જ્યા સુધી જર્મન, ફ્રેંચ, સ્પેનિશ વગેરે આધુનિક ભાષાઓને ભણાવવાની વાત છે. તેને ઉચ્ચ શિક્ષણ સમયે ભણાવી શકાય છે. 
 
પ્રસ્તાવ :- 
 
સન 1968માં સાંસદના બંને સત્રોમાં સામાન્ય સહમતિથી પાસ ત્રિભાષા સૂત્ર (Three Language Formula)માં થોડા સંશોધન કરીને નિમ્નલિખિત વ્યવસ્થા કરવામાં આવે. હિન્દીભાષી રાજ્યોમાં પ્રાથમિક ધોરણ સુધીના અભ્યાસનું    માધ્યમ માતૃભાષામાં રાખવામાં આવે. 
 
પ્રથમ ભાષા : માતૃભાષાના રૂપમાં હિન્દી 
બીજી ભાષા : આધુનિક જ્ઞાન-વિજ્ઞાન અને પુસ્તકાલય ભાષાના રૂપમાં અંગ્રેજી 
ત્રીજી ભાષા : સંસ્કૃત, ઉર્દૂ કે હિન્દીથી જુદી ભારતની કોઈપણ ક્ષેત્રીય ભાષા. 
 
હિન્દી સિવાયના રાજ્યોમાં ઓછામાં ઓછુ પ્રાથમિક શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં આપવામાં આવે. 
 
- પ્રથમ ભાષા : માતૃભાષાના રૂપમાં સંબંધિત રાજ્યની રાજભાષા 
- બીજી ભાષા : આધુનિક જ્ઞાન-વિજ્ઞાન અને પુસ્તકાલય ભાષાના રૂપમાં અંગ્રેજી 
- ત્રીજી ભાષા : સંસ્કૃત, ઉર્દૂ કે સંબંધિત રાજ્યની રાજભાષાથી બીજી ભારતની કોઈપણ ક્ષેત્રીય ભાષા. 
 
ક. હુ સહમત છુ. 
ખ. હુ સહમત નથી. 
ગ. વિશેષ ટિપ્પણી, જો જરૂરી સમજો. 
 
(લેખક રેલ મંત્રાલયના રાજભાષા વિભાગના પૂર્વ નિદેશક છે.) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રવિન્દ્ર જાડેજાના સસરા પર સર્વિસ ટેક્સની રેડ