Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જે પુરૂષ બંધન તોડી નાખતો તેને જ દુલ્હન મળતી હતી

જે પુરૂષ બંધન તોડી નાખતો તેને જ દુલ્હન મળતી હતી
, ગુરુવાર, 14 જાન્યુઆરી 2016 (13:05 IST)
જલ્લીકટ્ટૂ પર લાગેલ પ્રતિબંધને ચાલુ રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી લાગે છે કે પરંપરા પર કાયદાની જીત થઈ છે. પણ જલ્લીકટ્ટૂ દરમિયાન ખરેખર થાય છે શુ અને સદીઓ જૂના આ પ્રચલન પર રોક લગાવવાનો અર્થ શુ છે ? જલ્લીકટ્ટૂનો શાબ્દિક અર્થ હોય છે "આખલાને ગળે લગાવવુ" જલ્લીનો મતલબ થાય છે સિક્કો અને કટ્ટૂનો મતલબ થાય છે બાંધવુ. 
webdunia

તેની શરૂઆત ઈસા-પૂર્વ કાળમાં થઈ હતી જ્યારે સોનાના સિક્કાને આખલાના સીંગમાં બાંધીને આ ખોલવામાં આવે છે.  આ રમત દરમિયાન આખાલાને એક વાડામાં છોડી દેવામાં આવે છે અને યુવાન માણસોના ભીડનો અવાજ સાંભળીને આખલા દોડી પડે છે. તમિલ વિદ્વન અને પેરિયારવાદી થો પારામાસિવમ કહે છે, "નૌયુવાન માણસો માટે આખાલાના કૂબડને પકડીને સીંગમાં બાંધેલ સોનાના સિક્કાને કાઢવાનો એક પડકાર છે." 
 
તેઓ કહે છે, "આમા કોઈ પ્રકારની કોઈ હિંસા થતી નથી. 30 ગજની અંદર જ આ બંધન ખોલવાનુ હોય છે. જે ખરેખર થોડાક જ સેંકડ જ હોય છે." 
webdunia

ગાંધીગ્રામ રુરલ યૂનિવર્સિટી, મદુરોઈમાં તમિલ સાહિત્યના આસિસ્ટેંટ પ્રોફેસર સુંદરકાલી કહે છે, "કૃષિ સાથે જોડાયેલ તહેવારને પોંગલ કહે છે. જલ્લીકટ્ટૂ મટ્ટા પોંગલ દરમિયાન રમવામાં આવે છે." 
 
મોટાભાગના તમિલનાડુના દક્ષિણી જીલ્લામાં જલ્લીકટ્ટૂ રમવામાં આવે છે.  મદ્રાસ ઈંસ્ટીટ્યૂટ ઑફ ડેવલોપમેંટ સ્ટડીઝ (એમઆઈડીએસ) ચેન્નઈના એસોસિએટ પ્રોફેસર સી લક્ષ્મણને જણાવ્યુ, "કોયંબટૂર પાસે રાજ્યના પશ્ચિમી જીલ્લામાં ખેતીમાં ઉપયોગમાં થનારા જાનવરોને નવડાવવામાં આવે છે. તેમને રંગીન માળાઓથી સજાવવામાં આવે છે અને ફરી તેમને જલ્લીકટ્ટૂ માટે લાવવામાં આવે છે." 
webdunia

એવુ કહેવામાં આવે છે કે આખલાને ભડકાવવા માટે આંખમાં મરચુ નાખવુ અને દારૂ પીવડાવવા જેવી તરકીબોનો પણ ઉપયોગ થાય છે.  
 
પણ સુંદર કાળી આને ખોટી બતાવે છે. "જાનવરોને પ્રતાડિત કરવાની વાતો અફવા છે. બની શકે છે કે કેટલાક લોકો દારૂ પીવડાવે છે. જેવા કેટલાક એથલીટ દોડવાથી પહેલા શક્તિવર્ધક દવા લે છે. પણ ચિંતાની વાત તેમની નસ્લોને પાળવાની કલાને લઈને છે." જે લોકો જલ્લીકટ્ટૂ પર પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે. મને શંકા એ વાતને લઈને છે કે છે કે, "તમિલનાડુ આખલાની નસ્લોને વિકસિત કરવાના મામલે પાછળ થઈ જશે. તે તમિલનાડુ આખલાની વિકસિત કરવામાં પાછળ રહી જશે. 
 
પ્રશન એ છે કે ગીર્દીમાં વર્તમાન કોઈ સ્ત્રીનુ દિલ જીતવા માટે જે માણસ બંધન ખોલવાને લઈને ઉતાવળા રહે છે તેમનુ શુ થાય છે ? 
 
પારામાસિવમ જણાવે છે, "હા આ સાથે જ ઈજ્જતનો મસલો જોડાયેલો હતો. જે મર્દ બંધન ખોલી નાખતો હતો. તેના લગ્ન માટે દુલ્હન મળતી હતી પણ હવે એ પ્રચલન નથી." 
 
જો કે લક્ષ્મણના વિચાર આનાથી જુદો છે .. 
webdunia

તે કહે છે, "આ મૂળ રૂપથી જાતીય ગર્વ અને માણસોની દિલેરીની સાર્વજનિક પ્રદર્શન છે. જો ગોપનીય રીતે ચૂંટણી કરાવે તો મહિલાઓ જલ્લીકટ્ટૂનો વિરોધ કરશે." 
 
"આ ફક્ત જાનવરોના અધિકારનો મુદ્દો નથી. આ સ્ત્રીના માનવાધિકારનો પણ સવાલ છે. જો માણસ આ રમત દરમિયાન ઘાયલ થાય છે કે મરી જાય છે તો એક સ્ત્રીને જ સહન કરવુ પડે છે." 
 
છતા જલ્લીકટ્ટૂના સમર્થનમાં છેવટે બધા રાજનીતિક દળ એક કેમ છે ? 
 
લક્ષ્મણન કહે છે, "કારણ કે આ વર્ષે ચૂંટણી છે અને બધા દળ જલ્લીકટ્ટૂમાં ભાગ લેનારી દબંગ જાતિયોઓનો વોટ મેળવવા માંગે છે.  બની શકે છે કે આ પરંપરા રહી હોય ત્યારની વાત જુદી હતી. હવે સમય બદલાય ચુક્યો છે. હવે આ તમિલ ઓળખ સાથે જોડાયેલ સવાલ નથી."


 

Share this Story:

Follow Webdunia gujarati