Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પત્રકારિતાના પિતાતુલ્ય અભય જી નુ નિધન, યાદ રહેશે સશક્ત સંપાદકીય

abhya chhajlani

સ્મૃતિ આદિત્ય

, ગુરુવાર, 23 માર્ચ 2023 (13:31 IST)
અ થી અભિવ્યક્તિની આઝાદી કહો કે કહો અ થી અદમ્ય પરાક્રમ (ઈચ્છાશક્તિ) ... અ થી તેમનુ અદ્દભૂત સંપાદકીય યાદ આવી જાય છે અને અ થી અસરદાર કલમનો જાદૂ.. અ થી તેમની ક્રાતિવાન વાણીને નમન કરીએ કે અ થી તેમના અજાતશત્રુ વ્યક્તિત્વના ગુણગાન કરીએ.. અહંકારથી મીલો દૂર, ગરિમાથી ભરપૂર હતા આદરણીય અભય છજલાનીજી... 
 
તેઓ પત્રકાર હતા, છાપાના માલિક પણ રહ્યા, સંપાદક પણ.. પરંતુ પ્રખર પત્રકાર, સૌમ્ય સંપાદક અને આદર્શ છાપાના માલિકથી અલગ પણ તેમની અનોખી ઓળખ કાયમ રહી. ઈન્દોર શહેરની ગરિમામયી શાન રહી, મૂલ્યનિષ્ઠ પત્રકારિતાનુ સન્માન બની. ભય રહિત લેખનનુ બીજારોપણ કરનારા તેઓ પત્રકારિતાના એક એવા વટવૃક્ષ હતા જેની સઘન છાયા નીચે નાના રોપાઓએ રચનાત્મક રસ દાખવ્યો અને પછી આગળ ચાલીને પોતાની ઉપજાઉ જમીનને પોતે જ તૈયાર કરી.  તેમના હાથ દ્વારા તૈયાર છોડ આજે દેશભરની ધરતી પર ફુલી ફાલી રહ્યા છે.  પત્રકારિતામાં જેટલા સજગ રહ્યા, વ્યવ્હારમાં એટલાજ સહજ, સરળ અને સૌમ્ય હતા. આ અનોખો સંયોગ તેમને ખાસ બનાવતો રહ્યો છે.
webdunia
અતીતના ગૌરવને સમેટતા તેઓ વર્તમાનની ધરા પર ઉભા એવા શિખર પુરૂષ હતા જેમને ચમકદાર ભવિષ્યને ભરપૂર નજરે જોયુ અને તેના પર વિશ્વાસ કરતા ભાષાયી પત્રકારિતાનો ભવ્ય મહેલ ઉભો કર્યો.  વરિષ્ઠ પત્રકાર અભયજીએ નઈ દુનિયા છાપાના માધ્યમથી સુરુચિપૂર્ણ સાજ-સજ્જા, વિચાર અને સંસ્કારોથી ભરપૂર પત્રકારત્વના જે કીર્તિમાન ગઢ્યા તે અપ્રતિમ છે.  પત્રકારિતાના તેમના રચેલા ઉચ્ચતમ માપદંડ આજની પત્રકારિતા સ્પર્શ કરી શકે તેમા શંકા તો છે. 
 
તેમની વિશેષતાઓ જોઈએ તો તેઓ અનુભવ, લાગણી અને અભિવ્યક્તિનો સમન્વય ધરાવતા હતા. સૌમ્ય, ભલાઈના હિમાયતી તેમજ નિર્ભય અને ભ્રમ રહિત પત્રકારત્વના પિતા….જોઈએ તો
 તેમના નામના અક્ષરો દ્વારા તેમની વિશેષતાઓને જોઈએ તો તેઓ અનુભવ, અનુભૂતિ અને અભિવ્યક્તિનુ સમન્વય હતા.  ભદ્ર, ભલાઈના હિમાયતી સાથે ભયમુક્ત અને ભ્રમરહિત પત્રકારિતાના જનક.. પોતાના સંપાદનકાળમાં અભયજીએ યુવા વિચારોની સાથે પ્રયત્નપૂર્વક સામગ્રી સંયોજીત કરીને કરોડો વાચકોનો વિશ્વાસ એકત્રિત કર્યો, જેની ખ્યાતિ આજે પણ નવી દુનિયાને ચાહકોના હૃદયમાં સુવાસિત છે. 
 
વિશ્વાસ, સંસ્કૃતિ, પરંપરા અને વિચારોની જે ફળદ્રુપ જમીન તેમણે તૈયાર કરી  તેના પાકથી પોષીને આજે અનેક પત્રકાર અને લેખક સફળતાના પરચમ લહેરાવી રહ્યા છે. 
 
પત્રકારીય મૂલ્ય અને ભાષિક સંસ્કારોની સમૃદ્ધ પરંપરાના વાહક અભયજીએ અચંભિત કરનારા સંપાદકીય લેખ લખીને પત્રકારિતાને નવી ઓળખ આપી સાથે જ સમાજની ઉત્કૃષ્ટ સેવા પણ કરી. 
 
ઈન્દોરમાં બેસેલા અભયજીના ઝગમગતા વ્યક્તિત્વથી વૈશ્વિક સ્તરની પત્રકારિતા પ્રકાશમય થઈ છે. આવુ જો આપણે કહીએ તો તેમા કોઈ અતિશયોક્તિ નહી કહેવાય. 
 
અભયજીની યશયાત્રા અખંડિત રહેશે... ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુંદાળા રોડ પર બંગડી સ્ક્રેપના કારખાનામાં વિકરાળ આગ લાગી, લાખો રૂપિયાનું નુકશાન