Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો ક્રેડિટ કાર્ડના કર્જમાંથી મુક્તિ કેવી રીતે મેળવશો

ક્રેડિટ કાર્ડના ઉપયોગ વિશે જાણો

જાણો ક્રેડિટ કાર્ડના કર્જમાંથી મુક્તિ કેવી રીતે મેળવશો
, શુક્રવાર, 28 ડિસેમ્બર 2012 (12:45 IST)
P.R
ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી મુશ્કેલીઓ વિશે ચર્ચાઓ થતી જ રહે છે. પણ યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ક્રેડિટ કાર્ડ મુસીબત નહી પણ તમરો મિત્ર બની શકે છે.

ક્રેડિટ કાર્ડનુ બિલ તમારી માસિક આવકના 40 ટકાથી વધુ ન હોવુ જોઈએ, સાથે જ 3 મહિનાની રકમ જેટલી આવક જુદી જ મુકવી જોઈ, જેથી જરૂર પડતા તમે તમારું બિલ ચુકવી શકો.

ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરતી વખતે ધ્યાન રાખો કે કોઈ જરૂરી વસ્તુઓ અને ખર્ચ માટે જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય. સામાન લેતી વખતે પૈસા નથી આપવા પડતા તેથી બિનજરૂરી વસ્તુઓ ક્રેડિટ કાર્ડથી ન ખરીદશો. કારણ કે પાછળથી ક્રેડિટ કાર્ડ કંપનીઓ તમારી પાસેથી જ પૈસા વસૂલ કરવાની છે.

સૌથી વધુ જરૂરી છે કે ક્રેડિટ કાર્ડ પર કરવામાં આવેલ ખર્ચને સમય પર ચુકવવો જોઈએ. દર મહિને ન્યૂનતમ રકમ ભરવાથી તમારું કર્જ ઓછુ નહી થાય પણ વધતુ જશે. બિલની પૂર્ણ રકમ નહી આપતા ક્રેડિટ કાર્ડ કંપની તમારા પૂર્ણ કર્જ પર વ્યાજ વસૂલ કરે છે.

સાથે જ પાછળનુ બિલ બાકી હોવાથે તમને ફ્રી ક્રેડિટ કાર્ડ પીરિયડનો ફાયદો પણ નથી મળતો. જેથી તમારા વ્યાજ અને કર્જની રકમ વધતી જાય છે.

જો તમારા ક્રેડિટ કાર્ડ પર બાકી રકમ ખૂબ વધુ છે તો તમારે માટે એ સારું રહેશે કે તમે જલ્દી પૂરી રકમ ચુકવીને ક્રેડિટ કાર્ડ રદ્દ કરી દો.

જો તમારી પાસે પૂરતી રકમ ન હોય તો પર્સનલ લોન લઈને પણ ક્રેડિટ કાર્ડનુ બિલ ચુકવી શકાય છે. પર્સનલ લોન પર તમને 14-24 ટકાનું વ્યાજ આપવુ પડે છે. જ્યારે કે ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક 36-48 ટકા વ્યાજ લાગે છે.

બીજી રીત એ છે કે નવુ ક્રેડિટ કાર્ડ બનાવવુ, જેના પર તમને ફ્રી-ક્રેડિટ પીરિયડ મળશે. પણ, ધ્યાન રાખો કે પૂર્ણ રકમની ચુકવણી થતા સુધી તમે ક્રેડિટ કાર્ડ પર ખરીદી ન કરો.

Share this Story:

Follow Webdunia gujarati