Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવા વર્ષે જ પોત પ્રકાશ્યું !

વર્ષનો પ્રારંભ...લોહિયાળ

નવા વર્ષે જ પોત પ્રકાશ્યું !

હરેશ સુથાર

, મંગળવાર, 6 જાન્યુઆરી 2009 (15:47 IST)
ત્રાસવાદીઓ જે રીતે અને સરળતાથી બ્લાસ્ટ કરી જાણે છે એ જોતાં તો એક સવાલ થઇ આવે છે કે આપણા દેશમાં કોઇ સુરક્ષા એજન્સી જેવું છે ખરૂ ?      

દેશવાસીઓ નવા વર્ષની ઉજવણીમાંથી હજુ બહાર આવ્યા નથી ત્યાં આતંકીઓએ પોતાનું પોત પ્રકાશ્યું છે. વર્ષના પ્રથમ દિવસે જ આસામના ગુવાહાટીમાં ત્રણ સ્થળોએ બ્લાસ્ટ કરી સુરક્ષા એજન્સીઓને લપડાક મારી છે.

આતંકવાદના ટોચે રહેલા વર્ષ 2008ને વિદાય આપ્યા બાદ લોકો કેટલેક અંશે આશાવાદી બન્યા હતા કે, નવું વર્ષ સારૂ હશે. પરંતુ આતંકીઓએ પહેલા દિવસથીજ આતંક ફેલાવવાનો પોતાનો મનસુબો જાહેર કરી દીધો છે. નવા વર્ષના પ્રારંભે જ ગુવાહાટીના ભીડભાડવાળા ધીરૂવાડી, શાંતિપૂર અને બિગ બજાર જેવા વિસ્તારોમાં બ્લાસ્ટ કરી માનવતાના દુશ્મનોએ દહેશતનું રણશીંગૂ ફુંક્યું છે.

આતંકવાદને ખાળવા માટે છેલ્લા કેટલાક દિવસોથી એક મહત્વની બેઠક ચાલી રહી છે ત્યારે આ બ્લાસ્ટ કરી આતંકીઓએ દેશને ફરી વાર આંચકો આપ્યો છે. ત્રાસવાદીઓ જે રીતે અને સરળતાથી બ્લાસ્ટ કરી જાણે છે એ જોતાં તો એક સવાલ થઇ આવે છે કે આપણા દેશમાં કોઇ સુરક્ષા એજન્સી જેવું છે ખરૂ ? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે પછી મંત્રી જે સ્થળે મુલાકાત લેવાના હોય એવા સ્થળોએ પણ આસાનીથી બ્લાસ્ટ કરતા આતંકીઓ પોતાની જાતને સુરક્ષા એજન્સીઓ કરતાં એક કદમ આગળ બતાવી જાય છે.

આતંકીઓ પોતાની ગણતરી મુજબ હુમલા કરી દેખાડે છે. ગત વર્ષે ઓક્ટોબર માસમાં પણ ગુરૂવારે જ હુમલો કરાયો હતો. આજે પણ ગરૂવારે જ હુમલો કરાયો છે. આજે પણ આવો જ ઘાટ ઘડાયો હતો આપણા કેન્દ્રિય ગૃહમંત્રી પી ચિદમ્બરમની મુલાકાત સમયે જ આ બ્લાસ્ટ કરવામાં આવ્યા છે.
શુ દર્શાવી જાય છે આ બ્લાસ્ટ?
ક્યાં માર ખાય છે આપણી સુરક્ષા એજન્સીઓ?
શુ ખૂટે છે સુરક્ષા એજન્સીઓ પાસે કે તેઓ આતંકીઓને પડકારી શકતી નથી કે તેમને રોકી શકતી નથી.
ક્યારે મળશે આપણને આ સવાલોના જવાબો. લોહીયાળ સવાલોના જવાબોમાં મોડુ તો નહીં થાય ને......


Share this Story:

Follow Webdunia gujarati