ભવિષ્યમાં શુ થશે હુ એ નથી વિચારવા માંગતો
મને વર્તમાનની ચિંતા છે, ઈશ્વર મને આવનારા ક્ષણો પર
કોઈ નિયંત્રણ આપ્યુ નથી
- મહાત્મા ગાંધી
વ્યક્તિ પોતાના વિચારોથી નિર્મિત પ્રાણી છે
એ છે વિચાર છે એ જ બની જાય છે
- મહાત્મા ગાંધી
કામની અધિકતા નહી પણ
અનિયમિતતા માણસને ખતમ કરી નાખે છે
- મહાત્મા ગાંધી
- ગુલાબને ઉપદેશ આપવાની જરૂર નથી
તે ફક્ત પોતાની સુગંધ વિખેરે છે
તેની સુગંધ જ તેનો સંદેશ છે
શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ
અને આત્મવિશ્વાસનો અર્થ છે
ઈશ્વરમાં વિશ્વાસ
કેટલાક લોકો સફળતાના ફક્ત સપના જુએ છે
જ્યારે કે અન્ય વ્યક્તિ જાગે છે અને સખત મહેનત કરે છે
તમે ત્યા સુધી એ નથી સમજી શકતા કે
તમારે માટે કોણ મહત્વપૂર્ણ છે, જ્યા સુધી
તમે એ વ્યક્તિને ખરેખર ગુમાવી ન દો
મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે
સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને મેળવવાનુ સાધન
પોતાની ભૂલ સુધારવી એ ઝાડુ લગાવવા જેવુ છે
જે પૃથ્વીની સપાટીને ચમકદાર અને સ્વચ્છ બનાવી દે છે
પ્રેમની શક્તિ દંડની શક્તિથી હજારગણી
પ્રભાવશાળી અને સ્થાયી હોય છે
- મહાત્મા ગાંધી