Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિવજીના આંસુઓમાંથી બન્યુ છે આ તળાવ, જ્યા ડુબકી લગાવવાથી ધોવાય જાય છે બધા પાપ

Katasraj Dham temple
ઈસ્લામાબાદ. , શુક્રવાર, 8 માર્ચ 2024 (13:18 IST)
Katasraj Dham temple
પાકિસ્તાન ભલે 1947મા ભારતથી અલગ થઈને એક દેશ બની ગયો હોય પણ આજે પણ ત્યા ભારતની અનેક ઐતિહાસિક અને ધાર્મિક ધરોહર(વારસો) રહેલા છે.  આવી જ એક ધરોહર પાકિસ્તાની પંજાબના ચકવાલ જીલ્લામાં આવેલ કટાસરાજ ધામ મંદિર છે. માન્યતા છે કે ભગવાન શિવને સમર્પિત આ મંદિર 5000 વર્ષ જુનુ છે.  મહાભારતકાળ સાથે જોડાયેલ આ મંદિર દર વર્ષે સેંકડો ભારતીય હિન્દુ શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે. બુધવારે 112 હિન્દુ શ્રદ્ધાળુનો જત્થો શિવરાત્રિના અવસર પર કટાસરાજ મંદિરમાં પૂજા કરવા માટે અટારી બોર્ડરના રસ્તે પાકિસ્તાન માટે રવાના થયા. 
 
શુ કરશે શ્રદ્ધાળુ ?
કેન્દ્રીય સનાતન ધર્મ સભાના અધ્યક્ષ શિવ પ્રતાપ બજાજે ટાઈમ્સ ઓફ ઈંડિયાને જણાવ્યુ કે અન્ય શ્રદ્ધાળુઓ પણ જવા માંગતા હતા પણ પાકિસ્તાન ઉચ્ચાયોગે વીઝા ન આપ્યો. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય પવિત્ર કુંડમાં ડુબકી લગાવવાનો છે. પણ તેના સુકાય જવાને કારણે આ શક્ય નથી લાગી રહ્યુ. આ સાથે જ તેમણે પાકિસ્તાનમાં હિન્દુ ધાર્મિક સ્થળોને યોગ્ય રીતે રાખવામાં ન આવતા હોવાની ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યુ કે અમારી વારેઘડીએ ડિમાંડ હોવા છતા પણ શ્રદ્ધાળુઓ માટે રૂમ નથી બન્યા.  સાથે જ મંદિરમાં સ્થાયી પુજારીની નિમણૂંક પણ કરવામાં આવી નથી. 
 
આ સ્થાને પડ્યા હતા ભગવાન શિવના આંસૂ 
કટાસરાજ મંદિરનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આ મંદિર પરિસરમાં એક તળાવ છે. જેના વિશે કહેવામાં આવે છે કે આ ભગવાન શિવના આંસુઓથી બનેલુ છે.  કટાસનો અર્થ આંખોમાં આંસૂ થાય છે. કથા છે કે જ્યારે સતીનુ મૃત્યુ થયુ તો તેમના વિરહમાં ભગવાન શિવ એટલા રડ્યા કે બે કુંડ ભરાય  ગયા. તેમા એક કુંડ રાજસ્થાનના પુષ્કરમાં છે. જ્યારે કે બીજો કટાસરાજમાં સ્થિત છે.  કટાસરાજમાં મોટાભાગના મંદિર ભગવાન શિવને સમર્પિત કરીને બનાવ્યા છે. જો કે કેટલાક મંદિર ભગવાન રામ અને હનુમાનના પણ છે. પરિસરમાં એક ગુરૂદ્વારાન આ પણ અવશેષ છે. જ્યા ગુરૂનાનકે નિવાસ કર્યો હતો. 
 
પાંડવ પણ આવ્યા હતા, યુધિષ્ઠિર અને યક્ષ સંવાદ 
એક અન્ય માન્યતા મુજબ, 12 વર્ષના વનવાસ દરમિયાન પાંડવ પણ અહી પહોચ્યા હતા અને આ તળાવના કિનારે યુધિષ્ઠિર અને યક્ષના વચ્ચે સંવાદ થયો હતો. કિવંદતી મુજબ વનમાં ભટકતા પાંડવોને તરસ લાગી તો તેમાથી એક તળાવ પાસે આવ્યો. તળાવમાં રહેલ યક્ષે જળ લેવા માટે પાંડવોને તેના સવાલોના જવાબ આપવા કહ્યુ. જવાબ ન આપવા પર તેને એક-એક ને મૂર્છિત કરી દીધા. અંતમાં જ્યારે યુધિષ્ઠિર પહોચ્યા તો તેમણે યક્ષના સવાલોના જવાબ આપ્યા. જેનાથી પ્રસન્ન થઈને યક્ષે બધા પાંડવોની ચેતના પરત કરી દીધી અને જળ પીવાની અનુમતિ આપી.  આ જ યક્ષ-યુધિષ્ઠિરના સંવાદના રૂપમાં પ્રસિદ્ધ થયુ. 
 
મંદિરનુ ઐતિહાસિક મહત્વ 
વર્તમાનમાં રહેલ મંદિરનુ નિર્માણ છઠ્ઠી અને 9મી શતાબ્દીની વચ્ચે કરવામાં આવ્યુ હતુ. મંદિર પરિસરમાં બૌદ્ધ સ્તૂપ અને હવીલીઓ પણ સામેલ છે. મંદિરની સ્થાપત્ય કલામાં કાશ્મીરી ઝલક દેખાય છે. મંદિરની દિવાલ પર ખૂબ જ સુંદર નક્કાશી કરવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mahashivratri 2024: મહાશિવરાત્રિ પર રાશિ પ્રમાણે કરો મંત્રોનો જાપ અને અભિષેક, ચમકી જશે ભાગ્ય