Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહાશિવરાત્રિ પર શિવજીનો અભિષેક આ 10 વસ્તુઓથી કરવાથી મનોવાંછિત ફળ મળશે

મહાશિવરાત્રિ પર  શિવજીનો અભિષેક આ 10 વસ્તુઓથી કરવાથી મનોવાંછિત ફળ મળશે
, સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (18:56 IST)
વાત જો શિવજી ની હોય તો અભિષેક સૌથી મહત્વપૂર્ણ છે.  શાસ્ત્રો મુજબ ભોલેનાથને પ્રસન્ન કરવાની સૌથી બેસ્ટ રીત તેમના શિવલિંગનો અભિષેક કરવાનો છે. આ જ કારણ છે કે મહાશિવરાત્રિ ના વિશેષ અવસર પર ભગવાન શંકરના ભક્ત વિધિ પૂર્વક અભિષેક કરે છે.  જ્યોતિષ શાસ્ત્રમાં શિવજીના અનેક પ્રકારના અભિષેકનુ વર્ણન કરવામાં આવ્યુ છે. પણ ખૂબ ઓછા લોકો છે જેમને તેમના અભિષેકની યોગ્ય વિધિ જાણ છે.  જે કારણે તેઓ તેમની કૃપાથી વંચિત રહી જાય છે.  અનેકવાર તેમને અભિષેકના યોગ્ય વિધિની જાણ નથી હોતી.  21 ફેબ્રુઆરી શુક્રવારના દિવસે જો તમે પણ શિવજીને પ્રસન્ન કરવા માટે અભિષેક કરવાનુ વિચારી રહ્યા છો તો ધ્યાન રાખો ક શિવજીના અભિષેકમાં કંઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવામાં આવે તો પૂજા અધૂરી છે તો જાણો એ 10 વસ્તુ વિશે જેના વગર શિવજીનો અભિષેક અધૂરો છે 
 
1. મધ - જે જાતક મહાશિવરાત્રિના દિવસે શિવજીનો મધથી અભિષેક કરે છે તેમની વાણીમાં મીઠાસ આવવા માંડે છે. 
 
2  ગાયનુ દૂધ -  ગાયના દૂધથી અભિષેક કરવાથી વ્યક્તિને શિવ શંકર તરફથી ઉત્તમ સ્વાસ્થ્યનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 
 
3  ગાયના દૂધથી બનેલ શુદ્ધ દહી - ફાગણ મહિનાની ચતુર્થી તિથિ એટલે મે મહાશિવરાત્રિના પાવન દિવસે શિવજીનો દહીથી અભિષેક કરવાથી વ્યક્તિના સ્વભાવમાં ગંભીરતા આવવા માંડે છે. 
 
 
4  ગાયના દૂધથી બનેલુ શુદ્ધ ઘી - શિવલિંગ પર ગાયના શુદ્ધ ઘીથી અભિષેક કરવાથી વ્યક્તિના શરીરમાં દિવ્ય શક્તિનો સંચાર થાય છે. 
 
5  ચંદનનુ સુગંધિત અત્તર - ચંદનના સુગંધિત અત્તરથી શિવજીનો અભિષેક કરવાથી વિચારોમાં પવિત્રતા અવે છે 
 
6  શુદ્ધ ચંદન - જે જાતક માહશિવરાત્રિના દિવસે શુદ્ધ ચંદનથી ભોલેનાથનો અભિષેક કરે છે તેમનુ વ્યક્તિત્વ આકર્ષક થવા માંડે છે અને તેને સમાજમાંથી પૂણ માન સન્માન પ્રાપ્ત થાય છે. 
 
7  શુદ્ધ કેસર - મહાશિવરાત્રિના દિવસે શુદ્ધ કેસરથી શિવજીનો અભિષેક કરવાથી મનમાં સોમ્યતા આવે છે. 
 
 
8  ખાંડ - મહાશિવરાત્રિ ના પવિત્ર દિવસે ભોલેનથે શંભૂ સૌના સ્વામી નુ જો ખાંડથી અભિષેક કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. 
 
9. ગંગાજળ મહાશિવરાત્રિના દિવસે શિવજી પર ગંગાજળથી અભિષેક કરીને તેમને ભાંગનો ભોગ લગાવે ચેહ તેમના મનના વિકાર અને દુર્ગુણો દૂર થવા માંડે છે. 
 
10. ભગવાન શંકર પર શિવરાત્રિના દિવસે 101 બિલિપત્રનો અભિષેક કરવાથી પાપ તાપ નષ્ટ થઈ જાય છે . 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિવની પૂજાથી પહેલાની વાતોં જરૂર જાણો -5 કામની વાત