rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Maha Shivratri
, બુધવાર, 12 ફેબ્રુઆરી 2025 (17:44 IST)
Maha Shivratri 2025 Lucky Zodiac: હિન્દુ પંચાગ મુજબ મહાશિવરાત્રિનો તહેવાર 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવાશે. પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ થયો હતો.  વૈદિક જ્યોતિષની ગણતરી મુજબ, આ વખતે મહાશિવરાત્રી પર એક ખૂબ જ દુર્લભ સંયોગ બનવાનો છે. હકીકતમાં, આ વખતે મહાશિવરાત્રી પર, લગભગ 60 વર્ષ પછી, ધનિષ્ઠા નક્ષત્ર, પરિઘ યોગ, શકુનિ કરણ અને ચંદ્ર મકર રાશિમાં હાજર રહેશે. આવી સ્થિતિમાં, જ્યોતિષના નિષ્ણાતો કહે છે કે આ દુર્લભ સંયોગ ત્રણ રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે. ચાલો જાણીએ કે મહાશિવરાત્રી પર બનેલો દુર્લભ સંયોગ કઈ 3 રાશિઓ માટે ફાયદાકારક છે.
 
મેષ - જ્યોતિષ શાસ્ત્ર મુજબ મહાશિવરાત્રિ પર બનનારો દુર્લભ સંયોગ મેષ રાશિ માટે અત્યંત શુભ છે આ દિવસે મેષ રાશિવાળાનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે આ દરમિયાન દરેક મનોકામના પૂર્ણ થશે. ધનનુ આગમન વધશે અને ખર્ચ પર કાબુ રહેશે. આ ઉપરાંત મનપસંદ નોકરીની ઓફર મળી શકે છે. પદ-પ્રતિષ્ઠા મળી શકે છે.  કાર્યસ્થળ પર તમારા કાર્યની ખૂબ પ્રશંસા થશે. 
 
મિથુન રાશિ - મહાશિવરાત્રિ મિથુન રાશિના જાતકો માટે પણ લકી છે. આ દિવસથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધન સંબંધી કાર્યોમાં મોટી સફળતા મળશે. સંબંધોમાં મધુરતા આવશે.  આ દરમિયાન દાંમ્પત્ય જીવન સુખદ રહેશે.  નોકરી કરતા જાતકોના માન-સન્માનમાં વધારો થશે.  વેપારમાં આર્થિક લાભના અનેક અવસર પ્રાપ્ત થશે. પરિવારમાં માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે આર્થિક સંકટોથી મુક્તિ મળી શકે છે. માનસિક રૂપે પ્રસન્ન રહેશો. 
 
સિંહ રાશિ - મહાશિવરાત્રિ સિંહ રાશિના લોકોના જીવનમાં ખુશીઓનુ આગમન થશે આ દરમિયાન વેપાર કરનારા જો રોકાણ કરે છે તો તેમને વિશેષ નફો પ્રાપ્ત થશે.. આ દરમિયાન બિઝનેસમાં રોકાણ કરવાથી ડબલ ફાયદો થઈ શકે છે. આરોગ્ય સારુ રહેશે. લાંબા સમયથી ચાલી રહેલા કોઈ વિવાદથી રાહત મળી શકે છે.  ક્યાક રોકાયેલુ કે અટવાયેલુ ધન પરત મળી શકે છે. વેપારમાં આર્થિક વિસ્તાર થશે. જમીન સાથે જોડાયેલા કાર્યોમાં જોરદાર સફળતા મળશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન