ભારતીય ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ ભગવાન શંકર પોતાના સાક્ષાત રૂપમાં સંપૂર્ણ બ્રહ્મમા હોવાનુ એકમાત્ર કારણ છે. પોતાના નિરાકાર રૂપમાં વેદોએ તેમને જ બ્રહ્મ પરમેશ્વર કર્યા છે. . પોતાના સાકાર રૂપમાં આ ભોલે ભંડારી બનીને પોતાના ભક્તોના દુ:ખ, દરિદ્રતા અને દુર્ભાગ્યને હરી લે છે. ત્યારે જ તો લોકો હર હર મહાદેવ કહીને જયકારો બોલાવે છે. સંપૂર્ણ બ્રહ્મને હરવાનુ કામ તેમનુ જ છે. મહેશ્વર બનીને મૃત્યુને હરે છે. ભંડારી બનીને લોકોના ભંડાર ભરે છે અને આશુતોષ બનીને લોકોને દુ:ખ અને પીડાઓ હરે છે. અહી એકમાત્ર એવા ભગવાન છે જે સૌથી જટિલ થઈને સર્વાધિક સરલ પણ છે. માત્ર જળ, કાંટા અને પાન ચઢાવીને જ અહી ભક્તોની બધી મનોકામનાઓ પુરી કરી લે છે. કેટલાક વિશેષ પાન ચઢાવીને તમે તમારા દુર્ભાગ્યને દૂર કરી શકો છો.
- બિલી પત્ર ચઢાવીને બધી મનોકામનાઓ પુરી થાય છે.
- પીપળના પાન ચઢાવવાથી શનિદોષ અને અવરોધોમાંથી મુક્તિ મળે છે.
- વડના પાન ચઢાવવાથી જીવની રક્ષા થાય છે અને દુર્ઘટનાઓથી રક્ષા થાય છે.
- આસોપાલવના પાન ચઢાવવાથી યશ વધે છે અને સંતાન સાથે સંબંધિત અવરોધો નષ્ટ થાય છે.
- કેરીના પાન ચઢાવવાથી અપાર ધન-સંપત્તિ પ્રાપ્ત થાય છે.
- આંકડાના પાન ચઢાવવાથી માનસિક વિકાર દૂર થાય છે.
- દાડમના પાન ચઢાવવાથી દુ:ખ દરિદ્રતા દૂર થાય છે.