Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વ્રતની પૂજન વિધિ

વ્રતની પૂજન વિધિ
શિવરાત્રીનુ વ્રત ફાગણ કૃષ્ણ ત્રયોદષીના રોજ થાય છે. કેટલાક લોકો ચતુર્થીના દિવસે આ વ્રત કરે છે.

N.D
એવી માન્યતા છે કે સૃષ્ટિની શરૂઆતમાં આ જ દિવસે અડધી રાતે ભગવાન શંકરનુ બ્રહ્મામાંથી રુદ્ર રૂપમાં અવતરણ થયુ હતુ. પ્રલયની વેળાએ આજ દિવસે પ્રદોષના સમયે ભગવાન શિવ તાંડવ કરતા બ્રહ્માંડને ત્રીજા નેત્રની જ્વાળાથી પૂરી કરી દે છે, તેથી આને મહાશિવરાત્રી અથવા કાલરાત્રિ કહેવાય છે.

ત્રણે લોકની અપ્સરા અને શીલવંતી ગૌરીને પોતાની અર્ધાગિની બનાવનારા શિવ પ્રેતો અને પિશાચોથે ઘેરાયેલા રહે છે, તેમનુ રૂપ થોડુ વિચિત્ર છે. શરીર પર સ્મશાનની ભસ્મ, ગળામાં સાપોનો હાર, કંઠમાં વિષ, જટાઓમાં જગતતારિણી પાવન ગંગા અને માથામાં પ્રલયકારી જ્વાળા છે. બળદને વાહનના રૂપમાં સ્વીકાર કરનારા શિવ અમંગલ રૂપ હોવા છતાં ભક્તોનુ મંગલ કરે છે અને ભક્તોને સંપત્તિ આપે છે.

કાળોના કાળ અને દેવોના દેવ મહાદેવના આ વ્રતનુ વિશેષ મહત્વ ચે. આ વ્રતને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્વ, શૂદ્ર, નર નારી, બાળક-વૃધ્ધ દરેક કરી શકે છે.

કેવી રીતે કરશો વ્રતની પૂજા ?

1) આ દિવસે સવારે સ્નાન-ધ્યાનથી પરવારીને અનશન વ્રત રાખવુ જોઈએ.

2) પત્ર-પુષ્પ અને સુંદર વસ્ત્રોથી મંડપ તૈયાર કરીને કલશની સ્થાપના કરવાની સાથે સાથે શંકર અને નંદીની મૂર્તિ રાખવી જોઈએ

3) જો મૂર્તિ ન મળી શકે તો માટીની શિંવલિંગ બનાવી લેવી જોઈએ.
webdunia
W.D

4) કળશને પાણીથી ભરી રોલી, મૌલી, ચોખા, પાન, સોપારી, લવિંગ, ઈલાયચી, ચંદન, દૂધ, દહીં, ઘી, મધ, કમલગટ્ટો, ધતૂરો, બિલિપત્ર વગેરેનો પ્રસાદ શિવજીને અર્પિત કરીને પૂજા કરવી જોઈએ. પૂજન વિધિ વિસ્તૃત અલગ આપી છે. જેને પૂજા કરતા પહેલા જરૂર વાંચી લો.

5) રાતે જાગરણ કરીને શિવની સ્તુતિનો પાઠ કરવો. આ અવસર પર શિવ પુરાણનો પાઠ મંગળદાયક છે. શિવ આરાધનાના શ્લોકનુ પઠન કરવુ પણ મંગળકારી છે.

6) આ જાગરણમાં શિવજીની ચાર આરતીનુ વિધાન જરૂરી છે.

7) શિવરાત્રિની કથા કહો કે સાંભળો.

8) બીજા દિવસે સવારે જવ, તલ,ખીર તથા બીલીપત્રોનુ હવન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવીને વ્રતના પારણા કરવા જોઈએ. આ વિધાન અને સ્વચ્છ ધારણાથી જે આ વ્રત કરે છે, ભગવાન શિવ પ્રસન્ન થઈને તેને અપાર સુખ, સંપત્તિ પ્રદાન કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati