તમિલનાડુમાં આ જ્યોતિર્લીંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીયાં શ્રીરામે ભગવાન શંકરની પુજા કરી હતી. રાવણ સાથે યુધ્ધમાં કોઇ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મના મહત્વના તીર્થ સ્થળોમાંનું એક છે.
એવું કહેવાય છે કેજયારે રામચંદ્રજી લંકા ઉપર ચડાઈ કરવા જઈ રહ્યા હતા ત્યારે આ જગ્યા ઉપર તેમણે સમુદ્રકિનારાની રેતીથી શિવલિંગ બનાવીને તેનું પૂજન કર્યું હતું. આ જગ્યાએ રોકાઈને ભગવાન રામ પાણી પીતા હતા કે, આકાશવાણી થઈ કે મારી પૂજા કર્યા વિના પાણી પીવો છો?’ આ સાંભળીને ભગવાન શ્રીરામે રેતીથી શિવલિંગ બનાવીને પૂજા કરી, ભગવાન શિવ પાસે રાવણ ઉપર વિજય મેળવવાનું વરદાન માગ્યું હતું. તેમણે પ્રસન્ન થઈને શ્રીરામને વરદાન આપ્યું હતું. ભગવાન શિવે લોકોના કલ્યાણ માટે જયોતિર્લિંગના રૂપમાં ત્યાં નિવાસ કરવાની બધાની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો ત્યારથી અહીં તે જયોતિર્લિંગ સ્થપાયેલું છે.
જયારે ભગવાન શ્રીરામ રાવણનો વધ કરીને પાછા ફરતા હતા ત્યારે તેમણે તેમનો પહેલો પડાવ સમુદ્રની આ પાર ગંધમાદન પર્વત ઉપર નાખ્યો હતો. ત્યાં ઘણાબધા •ષિમુનિઓ તેમનાં દર્શન માટે તેમની પાસે આવ્યા. તે બધાનો સત્કાર કરતાં ભગવાન રામે તેમને કહ્યું કે, ‘પુલસ્ત્ય વંશના રાવણનો વધ કરવાને કારણે મારી ઉપર બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું છે. આપ સર્વે મને તેમાંથી મુકિતનો ઉપાય બતાવો.’