Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રદોષ નૃત્ય

પ્રદોષ નૃત્ય
W.D
એક સમયની વાત છે ભગવાન શિવના તાંડવ નૃત્યમાં સમ્મેલિત થવા માટે બધા જ દેવગણ કૈલાસ પરવત પર હાજર થયા.

જગતજનની માતા ગૌરી ત્યાં દિવ્ય રત્નસિહાસન પર બેસીને પોતાની અધ્યક્ષતામાં તાંડવનું આયોજન કરાવવા માટે ઉપસ્થિત હતાં.

દેવર્ષી નારદ પણ તે નૃત્ય કાર્યક્રમમાં સમ્મેલિત થવા માટે ત્રણેય લોકનું પરિભ્રમણ કરીને ત્યાં પહોચ્યાં હતાં. થોડીવારમાં ભગવાન શિવે ભાવ-વિભોર થઈને તાંડવ નૃત્ય શરૂ કર્યું.

બધા જ દેવી અને દેવતાઓ તે નૃત્યમાં સહયોગી થઈને જુદા જુદા પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યાં. વીણા વાદિની મા સરસ્વતી વીણા વાદન કરવા લાગ્યાં, વિષ્ણુ ભગવાન મૃદંગ વગાડવા લાગ્યાં, બ્રહ્માજી હાથેથી તાલ આપવા લાગ્યાં અને લક્ષ્મીજી ગાવા લાગ્યાં.

બીજા દેવો ગંધર્વ, કિન્નર, યક્ષ, ઉરગ, પન્નગ, સિધ્ધ, અપ્સરાઓ, વિદ્યાધર વગેરે ખુબ જ ભાવ વિભોર થઈને ભગવાન શિવની ચારે તરફ થઈને તેઓની સ્તુતિમાં તલ્લીન થઈ ગયાં.

ભગવાન શિવે તે પ્રદોષકાળમાં તે બધી જ દિવ્ય વિભૂતિઓની સામે ખુબ જ અદભુત, લોક-વિસ્મયકારી તાંડવ નૃત્યનું પ્રદર્શન કર્યું. તેઓના અંગ-સંચાલન-કૌશલ, મુદ્રા-લાઘવ, પગ, હાથ, કમર, ગરદનની સામે સુનુશ્ચિત વિલોલ-હિલ્લોલના પ્રભાવથી બધાના મન અને નેત્રો એકદમ ચંચળ થઈ ગયાં.

બધાએ નટરાજ ભગવાન શિવજીના આ નૃત્યનાં વખાણ કર્યાં. ભગવતી મહાકાળી તો તેમના પર ખુબ જ પ્રસન્ન થઈ ગયાં. તેઓએ શિવજીને કહ્યું કે ભગવાન આજના તમારા આ નૃત્યથી મને ઘણો આનંદ થયો છે તેથી હુ ઇચ્છુ છુ કે તમે મારી જોડેથી કઈક વરદાન માંગો.

તેમની વાતો સાંભળીને લોકહિતકારી આશુતોષ ભગવાન શિવે નારદજીની પ્રેરણાથી કહ્યું- હે દેવી ! આ તાંડવ નૃત્યના જે આનંદથી તમે અને દેવગણો તેમજ દિવ્ય લોકના પ્રાણીઓ જેનાથી આનંદીત થઈ રહ્યાં છે તેના આનંદથી પૃથ્વીના પ્રાણીઓ વંચીત રહી જાય છે.

આપણા ભક્તોને પણ આ સુખ પ્રાપ્ત નથી થતું. તેથી તમે એવું કરે કે પૃથ્વીના પ્રાણીઓને પણ આના દર્શન પ્રાપ્ત થાય. પરંતુ હવે હુ તાંડવથી મુક્ત થઈને ફકત રાસ જ કરવા માંગું છુ.

ભગવાન શિવની વાત સાંભળીને તાત્કાલીક ભગવતી મહાકાળીએ બધા જ દેવતાઓને જુદા જુદા રૂપોમાં પૃથ્વી પર અવતાર લેવાનું કહી દીધું. ભગવાન પોતે પણ શ્યામસુંદર શ્રી કૃષ્ણનો અવતાર લઈને વૃદાવનમાં પધાર્યા. ભગવાન શ્રી શિવજીએ વ્રજમાં શ્રી રાધાના રૂપે અવતાર ગ્રહણ કર્યો હતો. અહીંયા આ બંન્નેએ મળીને દેવદુર્લભ,અલૌકિક રાસ-નૃત્યનુ આયોજન કર્યું હતું.

ભગવાન શિવની નટરાજની ઉપાધી અહી શ્રી કૃષ્ણને પ્રાપ્ત થઈ. પૃથ્વીના બધા જ પ્રાણીઓ આ રાસને જોઇને આનંદ-વિભોર થઈ ગયાં. અને ભગવાન શિવની ઇચ્છા પૂર્ણ થઈ ગઈ.

Share this Story:

Follow Webdunia gujarati