Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Phalodi Satta Bazar Prediction: મહારાષ્ટ્રમાં કોણ જીતશે, ફલૌદી સટ્ટા બજારના અનુમાને સૌને ચોકાવ્યા

Phalodi Satta Bazar Prediction: મહારાષ્ટ્રમાં કોણ જીતશે, ફલૌદી સટ્ટા બજારના અનુમાને સૌને ચોકાવ્યા
, ગુરુવાર, 21 નવેમ્બર 2024 (13:38 IST)
Maharashtra Assembly Election 2024 Exit Poll: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન પ્રક્રિયા ખતમ થઈ ચુકી છે. હવે વારો ચૂંટણી પરિણામોનો છે. 288 સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં કોણે બહુમત મળશે આ તો 23 નવેમ્બરના રોજ સ્પષ્ટ થઈ જશે. પણ પરિણામ પહેલા અટકળોનુ બજાર ગરમ છે. 
 
એક્ઝિટ પોલ ઉપરાંત સટ્ટા બજાર પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આ  કડીમાં ફલૌદી સટ્ટા બજારના આંકડા સામે આવ્યા છે. આ આંકડા પર નજર નાખીએ તો ભારતીય જનતા પાર્ટી (BJP) મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી રહી છે. રાજ્યમાં બીજેપીને એકલાને જ 90 થી 95 સીટો મળી શકે છે.  
 
શિવસેના શિંદે ગુટને મળી શકે છે લગભગ 40 સીટ 
બીજેપી પછી તેમની ગઠબંધન સહયોગી શિવસેના(શિંદે જૂથ)પાર્ટીને 36 થી 40 ટકા સીટો મળી શકે છે. મહાયુતિ ગઠબંધનમાં જ સામેલ ત્રીજુ દળ એનસીપી (અજીત જૂથ) 12 થી 16 સીટો પર જીત નોંધાવી શકે છે. ફલૌદી સટ્ટા બજારની માનીએ તો મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન 142-151 સીટો પર જીત સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે.  
 
બીકાનેર સટ્ટા બજાર અને મહાદેવ ઓનલાઈન સટ્ટા બજારના આંકડા 
ફલૌદી સટ્ટા બજારથી અલગ બીકાનેર સટ્ટા બજાર અને મહાદેવ ઓનલાઈન સટ્ટા બજારે પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો પર કંઈક અનુમાન લગાવ્યો છે. જેમા પણ ભારતીય જનતા પાર્ટીની આગેવાની વાળી મહાયુતિ ગઠબંધન ને બહુમત મળવાની વાત છે.  ટૂંકમાં મહાગઠબંધનની સરકાર બની રહી છે. આ બંને સટ્ટા બજારોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે સીટોનો ઘણો ઓછો તફાવત રહેશે. આ ઉપરાંત અપક્ષ અને નાના પક્ષો પણ રાજ્યમાં પોતાની હાજરી નોંધાવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Adani Group Stocks: અડાની સમૂહના શેરમાં મચ્યો હાહાકાર, 20 ટકા સુધી ગબડ્યો સ્ટોક્સ