આ વખતે લોકસભાની ચુંટણીમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું શું થશે તેની પર બધાની નજર અટકેલી હતી. મનસેને એક પણ સીટ પર જીત મળી નથી. પરંતુ મુંબઈ, ઠાણે અને નાસિકમાં શિવસેના (અને ભાજપાને પણ) ને મનસી જોરદાર ઝટકો આપ્યો છે. શિવસેનાના વિદ્યમાન સાંસદ મોહન રાવલે દક્ષિણ મુંબઈમાં ત્રીજા નંબરથી ફેંકાઈ ગતાં. ત્યાં જ ભાજપાના વરિષ્ઠ નેતા રામ નાઈક અને કિરીટ સૌમય્યાને મનસેએ ઉમેદવારના કારણે માત્ર ત્રણ અને પાંચ હજાર વોટોથી હારનો સામનો કરવો પડ્યો. લગભગ 10 ચુંટણી ક્ષેત્રમાં મનસેના ઉમેદવારોએ એક લાખ કરતાં પણ વધારે વોટ લીધા છે. દક્ષિણ મુંબઈ અને મનસેનો ગઢ નાસિકમાં મનસેના ઉમેદવારે બીજ નંબરના વોટ લીધા.
ચુંટણી પહેલાં રાજને લીધે શિવસેના અને ભાજપાનું નુકશાન થશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો. પરંતુ તે નુકશાન આટલુ મોટુ થશે તેની કોઈને પણ ધારણા ન હતી. કદાચ રાજને પોતાને પણ ન હતી. એટલા માટે મનસેએ મહારાષ્ટ્રની 48માંથી માત્ર 12 સીટો પર જ પોતાના ઉમેદવારને ઉભા કર્યા હતાં. તેઓ બધા શહેરી વિસ્તારમાં હતાં. આ બધામાંથી કોઈનું પણ મોટુ નામ ન હતું પરંતુ તે બધાની ઓળખાણ રાજ ઠાકરે હતી.
એટલા માટે પરિણામથી સાફ નીકળે છે કે ‘મરાઠી માણુસ’ના વોટનું વિભાજન થઈ ગયું. વર્ષોથી મરાઠી માણુસનો મુદ્દો હાથમાં લઈને બેઠેલી શિવસેનાના હાથમાંથી આ મુદ્દો રાજે ખુબ જ સાવધાની પુર્વક ચોરી લીધો છે. આમ પણ ત્રણ વર્ષ પહેલાં થયેલી મુંબઈ મહાપાલિકાની ચુંટણીમાં રાજની પાર્ટીએ સાડા ચાર લાખ વોટ આપ્યાં હતાં. જેમાંથી માત્ર આઠ નગરસેવક ચુંટાઈને આવ્યાં હતાં. પરંતુ ત્રણ વર્ષ પછી રાજના વોટમાં લગભગ એટલા જ વોટનો વધારો થયો છે. રાજ ‘મરાઠી માણુસ’ની વોટ બેંક પર ઝડપથી પોતાનો કબ્જો જમાવવા જઈ રહ્યો છે જે શિવસેના માટે ભયની ઘંટડી છે.
‘મરાઠી માણુસ’ મનસે તરફ ઝુકવાનું કારણ શું છે? તેના કેટલાયે કારણો છે. મરાઠી માણુસનો મુદ્દો હાથમાં લેનાર શિવસેનાએ આ ભુમિપુત્રના નામ પર વોટ તો આપ્યાં પરંતુ તેને માટે ઠોસ પગલાં ભર્યા નહિ. દક્ષિણ ભારતીયોની વિરુદ્ધ એક સમયે ‘બજાવ પુંજી હટાવ લુંગી’ ઘોષણા કરનાર શિવસેના હવે ઉત્તર પ્રદેશ દિવસ જેવા કાર્યક્રમમાં પણ ભાગ લેવા લાગી છે. બિહારી અને ઉત્તર ભારતીયોના કાર્યક્રમના આયોજકોમાં શિવસેના કેટલાયે નેતાઓ પણ છે. મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરીને કેંદ્રશાસિત પ્રદેશ કરવાના કોંગ્રેસના સપનાઓને અમે પુરા નહી થવા દઈએ, આ ભાવનિક આહ્વાન પર શિવસેનાએ આજ સુધી વોટ માંગ્યા. પરંતુ મુંબઈની ખરાબ પરિસ્થિતિને રોકવા માટે મહાપાલિકા સત્તામાં હોવા છતાં પણ કંઈ ન કર્યું. દુકાનો પર મરાઠી સાઈન બોર્ડ પણ રાજ ઠાકરેના ઈશારા પછી લાગ્યા. મુંબઈની કપડાની મિલો બંધ થઈ ગઈ. કેટલાયે મરાઠી યુવકો બેકાર થઈ ગયાં. તેમના માટે શિવસેનાએ કંઈ ન કર્યું. શિવસેના પરથી લોકોનો વિશ્વાસ ઉઠવા લાગ્યો. પરંતુ તેમની પાસે વિકલ્પ ન હતો.
બીજી બાજુ શિવસેનાને મોટી કરનાર પેઢી પણ હવે તો ઘરડી થઈ ગઈ છે. આક્રમક બાલ ઠાકરે પણ હવે તો ઘરડાં થઈ ગયાં હતાં. ઉદ્ધવ હવે શિવસેનાના સર્વેસર્વા થઈ ગયાં છે પરંતુ તેમના પિતાનીજી આક્રમકતા તેમની પાસે નથી. તેઓ તેમનો આભાસ અપાવવાનો પ્રયત્ન તો કરે છે પરંતુ વાત નથી જામતી. લોકો બાલાસાહેબમાં જે જોતા હતાં તે હવે રાજમાં દેખાઈ દેવા લાગ્યું છે. હવે યુવાન પેઢી રાજમાં ચાલીસ વર્ષ પહેલાના બાલાસાહેબને જુવે છે. તે જ આક્રમક અંદાજ, તેવી જ ટીપ્પણી અને તે જ અંદાજ અને તેવી જ વાતો. મરાઠી માણુસના હીતની. રાજના આજના આંદોલન ચાલીસ વર્ષ પહેલાના બાલાસાહેબે કરેલા આંદોલનની યાદ અપાવે છે. તેવી જ તોડફોડ અને તે જ જેલ. બાલાસાહેબ અને રાજ, એક પેઢીનું અંતર છે. નવી પેઢી હવે રાજના હાથે લાગી છે. ઉદ્ધવની સ્વભાવગત મર્યાદા રાજની તાકાત બની ગઈ છે. ઉદ્ધવના કાર્યકાળમાં શિવસેનાનો આક્રમક ચહેરો લુપ્ત થઈ ગયો છે. આ જ ચહેરો હવે લોકોને રાજમાં દેખાવા લાગ્યો છે. ઉત્તર ભારતીયોના સબ નેતા જ્યારે રાજની વિરુદ્ધ બોલી રહ્યાં હતાં ત્યારે પણ તે એકલો જ તેમની સામે લડી રહ્યો હતો. સરકારે તેની વિરુદ્ધ કાયદાઓ પણ અજમાવ્યા છતાં પણ તે ટસનો મસ ન થયો. આ બધા મુદ્દાઓએ તેની પ્રત્યે સહાનુભુતિને વધારી દિધી.
લોકો મનસે તરફ આકર્ષિત થવા લાગ્યા, તેની પાછાળના આ બધા કારણૉ છે. પરંતુ રાજનું વર્ચસ્વ વધી જવાથી શિવસેના પર શું અસર થશે? આ વર્ષે સપ્ટેમ્બર, ઓક્ટોમ્બરમાં રાજ્યમાં વિધાનસભાની ચુંટણી થવાની છે. તેમાં મનસે મહત્વની ભુમિકા ભજવી શકે છે. રાજનું વર્ચસ્વ મુંબઈ, ઠાણે, પુણે, નાસિક અને થોડીક હદ સુધી ઔરંગાબાદમાં પણ છે. મુંબઈ અને ઠાણેની વાત કરવામાં આવે તો લગભગ પચાસ કરતાં પણ વધારે ચુંટણી ક્ષેત્ર છે. આ બધામાં રાજની પાર્ટી ચમત્કાર કરી શકે છે. જેનો સીધો ઝટકો ભાજપા અને શિવસેનાના ગઠજોડને લાગી શકે છે. કોંગ્રેસ તેમજ રાષ્ટ્રવાદી સરકારને નીચે પાડીને મંત્રાલય પર ભગવો ઝંડો લહેરાવાના ગઠજોડ પર રાજની પાર્ટી કદાચ પાણી ફેરવી દે તેવું લાગે છે. રાજે લોકસભાની 48 સીટમાંથી માત્ર 12 સીટ પર જ ચુંટણી લડી છતાં પણ આટલુ બધુ થઈ ગયું તો જો તે તેણે 48 સીટો પરથી ચુંટણી લડી હોત તો નક્કી જોરદાર મોટો ઝટકો લાગતો. રાજ માટે4 લોકસભાની ચુઅંટણી ‘પોવર ટેસ્ટ’ હતી. જેમાં તે પાસ થઈ ગયો. હવે તેની પરિક્ષા વિધાનસભામાં છે. અને ટેંશનમાં તે નહી પણ શિવસેના અને ભાજપ છે.
ભાજપા અને મનસે ગઠબંધન?
શિવસેનાના પગની નીચેની જમીન પણ કદાચ ખસકવા લાગી છે. શિવસેનાએ મરાઠી પ્રધાનમંત્રીના મુદ્દા પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ અધ્યક્ષ શરદ પવારને ખુલ્લુ સમર્થન આપ્યું હતું. તે વખતે ભાજપાએ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. ચુંટણી પહેલાં શિવસેના અને રાષ્ટ્રવાદીની વચ્ચે ગઠબંધનના સમાચાર આવતાં હતાં. ચુંટણી પછી પણ પ્રધાનમંત્રી પદ માટે સમર્થન આપવાના મુદ્દે રાકપા અધ્યક્ષ પવાર અને ઉદ્ધવ ઠાકરેની વચ્ચે ફોન પર વાતચીત થયાના સમાચાર આવ્યાં હતાં. આ બધી ચર્ચાઓથી ભાજપના નેતાઓ આશ્ચર્યમાં પડી ગયાં હતાં. શિવસેનાને લીધે તેમને ઘણું બધુ સહન કરવું પડી રહ્યું છે. આ ચુંટણીમાં પણ મનસેના શિવસેના વિરોધને કારણે ભાજપાના રામ નાઈક અને કિરીટ સૌમય્યા આ બંને નેતાઓને હારનો સામનો કરવો પડ્યો. આગામી વિધાનસભાની ચુંટણીમાં આની પુનરાવૃત્તિ ન થાય તે માટે ભાજપા મનસેની સાથે ગઠબંધન કરવાની તૈયારીમાં છે. ભાજપાના રાજ્ય ઈકાઈના પ્રમુખ નિતિન ગડકારી અને રાજ ઠાકરેના સંબંધ સારા છે. રાજ તેમની પ્રશંસા કરતાં રહે છે. આગામી ચુંટણી સુધી કદાચ આ બંને નજીક આવી જાય.