પાંચ વર્ષે આવતી આ તકને દિપાવવાની છે અને એનો અસરકારક ઉપયોગ કરવાનો છે. કોઇ પણ લોભ લાલચ, જ્ઞાતિવાદ, જુથવાદ કે પછી અન્ય કોઇ પણ વાદ-વિવાદમાં અટવાયા વિના કે લપસ્યા વિના સજાગ બની મતદાન કરવાનું છે |
|
|
તમે ઉંઘમાં તો નથી ને ! આજે જાગવાનો સમય છે. દેશના નાગરિકો માટે આજે અગત્યનો રાષ્ટ્રીય તહેવાર છે. ધર્મ કોઇ પણ હોય પરંતુ આજે તો એક જ ધર્મ અને એ રાષ્ટ્રધર્મ, આજે દરેકે રાષ્ટ્ર ધર્મ નિભાવવાનો છે.
કેન્દ્ર સરકારની રચના માટેની ચૂંટણીમાં મતદાન કરી દેશ ભાવના દર્શાવવાની અમૂલ્ય તક છે. દેશની રક્ષા કરવાનો, વિકાસને નવી દિશા આપવાનો અવસર છે. જે પુરા ઉત્સાહ ઉમંગથી દરેક નાગરિકે ઉજવવાનો છે અને સહભાગી થવાનું છે. વ્યક્તિગત કામોને આજે કેટલાક સમય માટે બાજુએ રાખી મતદાન કરવાનું છે.
પાંચ વર્ષે આવતી આ તકને દિપાવવાની છે અને એનો અસરકારક ઉપયોગ કરવાનો છે. કોઇ પણ લોભ લાલચ, જ્ઞાતિવાદ, જુથવાદ કે પછી અન્ય કોઇ પણ વાદ-વિવાદમાં અટવાયા વિના કે લપસ્યા વિના સજાગ બની મતદાન કરવાનું છે. પુત્ર કે પુત્રીની બોર્ડની પરીક્ષા વખતે વાલીઓ જેટલી કાળજી લે છે એના કરતાં પણ આ કિંમતી પરીક્ષા છે જેનું દરેકે મહત્વ સમજવાનું છે.
આજે મતદાન નહીં કરનાર નાગરિક સાચે જ ઉંઘી રહ્યો છે. તે ભાનમાં નથી એ કહેવું અયોગ્ય નથી. કોઇ ગમે તે કહે મારે તમારે બધાએ એકબીજાને આજે ઢંઢોળવાના છે, જગાડવાના છે, મતદાન મથક સુધી પહોંચાડવાના છે. મતદાન કરાવવાનું છે, મતાધિકારનો ઉપયોગ કરાવવાનો છે કે પછી પસ્તાવાનો વારો ના આવે કે આ નેતા કે આ સરકાર સારી નથી, જે પ્રજા લક્ષી કામ નથી કરતી, પ્રજાને બદલે સ્વનો વિકાસ કરતા નેતાઓને ઉખાડી ફેંકવાનો અને સારા ઉમેદવારોને ગાદીએ બેસાડવાનો સમય આવ્યો છે...
આ માટે હું તૈયાર છું, તમે તૈયાર છો ?
ઉંઘમાં તો નથી ને ?
તો ચાલો.....મતદાન કરવા....મતદાન કરાવવા.....જય ભારત.....જય લોકસભા