સત્તાધારી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ એસડીએફના અધ્યક્ષ પવન કુમાર ચામલિંહે આજે સિક્કિમના મુખ્યમંત્રીના રૂપમાં મંત્રી મંડળના 11 સભ્યો સાથે શપથ લીધા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, ચામલિંગ ચોથીવાર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે.
પ્રદેશના રાજ્યપાલ બીપી સિંહે આજે સવારે રાજભવનમાં 59 વર્ષિય ચામલિંહ અને અન્ય મંત્રીઓને તેમના પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.
રાજ્યપાલે સર્વપ્રથમ મુખ્યમંત્રીને શપથ લેવડાવ્યા હતા. બાદમાં વરિષ્ઠ એસડીએફ નેતા અને ચાર વખતે ધારાસભ્ય રહેલા તકાર્પાને શપથ લેવડાવ્યા હતા. તકાર્પાએ સોરંગ ચાકુંગ બેઠક પરથી મુખ્યમંત્રી અને સિક્કીમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નર બહાદુર ભંડારીને હરાવ્યો હતો.
ચામલિંહ નીત સરકારમાં શપથ લેનાર મંત્રીઓમા ટીટી ભૂટિયા એનકે પ્રધાન દિલ બહાદુર થાપા સોનમ જાસ્તા લેપચા સીબી કાર્ફી દાવચો લોપચા અને ભીમ પ્રસાદ ધુંગલનો સમાવેશ થતો હતો.