Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સટ્ટા બજારમાં મનમોહનસિંહ ટોપ

સટ્ટા બજારમાં મનમોહનસિંહ ટોપ

વેબ દુનિયા

મુંબઇ , ગુરુવાર, 14 મે 2009 (14:48 IST)
PIB
લોકસભાની ચૂંટણીના પરિણામો આડે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે સટ્ટા બજારમાં ભાવ સતત બદલાઇ રહ્યા છે. છેલ્લા આંકડા મુજબ સટ્ટા બજારમાં મનમોહનસિંઘ વડાપ્રધાન પદ માટે હોટફેવરિટ બની ગયા છે.

વડાપ્રધાનના દાવેદારોની યાદીમાં મનમોહનસિંઘ સૌથી ઉપર છે. સટ્ટા બજારના સુત્રોના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણીના પરિણામો ઉપર હજારો કરોડનો સટ્ટો ખેલાઇ ચૂકયો છે. આગામી બે દિવસમાં આ ટેમ્પો હજુ વધી જાય તેવી સંભાવના છે.

જુદા જુદા ઉમેદવારો ઉપર 30 કરોડથી વધુનો સટ્ટો રમાયો છે. કયા પક્ષો અને કયા ગઠબંધનોની ભૂમિકા રહેશે તેના ઉપર પણ ભાવ બોલાઇ રહ્યા છે. મનમોહનસિંઘ વડાપ્રધાન પદ માટે હોટફેવરિટ બનેલા છે. તેમના ઉપર 60 પૈસાનો ભાવ છે. આનો મતલબ એ થયો કે સિંઘ ઉપર એક રૂપિયાના સટ્ટા પર 1.60નો ફાયદો થશે.

સટ્ટોડિયાઓના મતે અડવાણીની વડાપ્રધાન બનવાની તકો મનમોહનસિંઘની સરખામણીમાં ઓછી છે. તેમના ઉપર 2.50નો ભાવ બોલાઇ રહ્યો છે. કેટલાક સટ્ટોડિયાઓ ૩૧મી મે પહેલા અડવાણીના રાજકારણ છોડી દેવા ઉપર પણ સટ્ટો રમી રહ્યા છે. તેનો ભાવ 6 રૂપિયા છે.

એનસીપીના વડા શરદ પવાર ડાર્ક હોર્સ તરીકે છે. તેમના વડાપ્રધાન બનવા પર સટ્ટાનો ભાવ 50 રૂપિયા છે. એવી અટકળો પણ ચાલી રહી છે કે લાલુપ્રસાદ યાદવ, રામવિલાસ પાસવાન અને મુલાયમસિંહ યાદવને આશ્ચર્યજનક હારનો સામનો કરવો પડશે. આવા અપસેટ ઉપર પણ ભાવ ક્રમશઃ રૂપિયા 3-00, 1.50 અને 1.40 બોલાઇ રહ્યો છે.

જયલલીતાના નેતૃત્વમાં અન્નાદ્રમુક 25થી વધુ બેઠકો જીતી જશે તેના ઉપર પણ સટ્ટો ખેલાઇ રહ્યો છે. સીપીએમ 35 બેઠકો જીતે તેના ઉપર પણ કેટલાક સટ્ટોડિયાઓ રસ લઇ રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati