ભાજપ પોતાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીનો જોરશોરથી પ્રચાર કરે છે કે તે પી.એમ ઇન વેઇટીંગ છે. પરંતુ ઘણાખરા ભાજપીઓને ખબર નહીં હોય કે આ પી.એમ ઇન વેઇટીંગ બલા શું છે? વાસ્તવમાં આ વેઇટીંગનો મુદ્દો અમેરિકાથી આવ્યો છે.
જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા કરવામાં આવે છે અને જે રાષ્ટ્રપતિ પસંદગ કરવામાં આવે છે તેને પદગ્રહણ પૂર્વે પ્રેસિડેન્ટ ઇન વેઇટીંગ કહેવામાં આવે છે. અમેરિકી પધ્ધતિ અનુસાર અડવાણીને પીએમ ઇન વેઇટીંગ કહેવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે અડવાણી વેઇટીંગમાં જ રહે છે કે પછી......?