Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાબડીદેવી સામે ફરિયાદની ધમકી

રાબડીદેવી સામે ફરિયાદની ધમકી

રાબડીદેવી સામે ફરિયાદની ધમકી

ભાષા

પટના , મંગળવાર, 7 એપ્રિલ 2009 (10:44 IST)
મુખ્યમંત્રી નીતિશકુમાર અને રાજ્યનાં જેડીયુના પ્રમુખ રાજીવ રંજનસિંહ લલન સામે વાંધાજનક સૂચનો કરવા બદલ જેડીયુએ બિહારની ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડીદેવી સામે બદનક્ષીનો દાવો કરવાની ધમકી આપી છે. ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

જેડીયુનાં રાષ્ટ્રીય પ્રવક્તા શિવાનંદ તિવારીએ જણાવ્યું હતું કે આચારસંહિતાનાં ભંગ બદલ ચૂંટણીપંચ સમક્ષ જવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાબડી દેવીના સૂચનો ખૂબ જ ગંભીર પ્રકારના છે. કાયદાકીય નિષ્ણાતો સાથે વાતચીત કર્યા બાદ બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવશે.

જનતાદળ(યુ) દ્વારા રાબડી દેવી વિરુદ્ધ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી અને તેમના ભાષણની વીડિયો ટેપ પણ પંચને મોકલી દેવા હતી, જેની ચૂંટણી પંચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પંચના આદેશને પગલે પોલીસે રાબડી સામે એફઆઇઆર દાખલ કરી હતી.

રાબડી દેવી એક ચૂંટણી સભા દરમિયાન તેમના ભાષણમાં કહ્યું હતું કે લલનસિંહ નીતીશકુમારના સાળા છે અને નીતીશકુમાર લલનસિંહના સાળા છે. એટલે જ બન્ને ગમે ત્યાં એકબીજાનો હાથ પકડીને ફરતા રહે છે. ઉલ્લેખનીય છે કે નીતિશકુમાર અને લલનસિંહ એકબીજાના સંબંધી નથી, પરંતુ રાબડી દેવીએ ગેરવાજબી શબ્દ તરીકે જ બન્નેને સાળા તરીકે ઉલ્લેખ કર્યો હતો. જેને પગલે આ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

જનતાદળ(યુ)ના રાષ્ટ્રીય પ્રવક્તા શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે બિહાર પર સાત વર્ષથી વધુ સમય સુધી શાસન કરનારી રાબડી દેવી જેવી નેતા આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરે તે આશ્ચર્યજનક છે

Share this Story:

Follow Webdunia gujarati