World Oceans Day 2022: દરિયાનું મહત્વ અને તેને કારણે આવતા સાથે આવતા પડકારો વિશે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 8 જૂને વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વિશેષ દિવસને ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્રના સકારાત્મક અને નકારાત્મક પાસાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે, લોકો બીચની સફાઇ અને અન્ય સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લે છે. આ ખાસ દિવસ પર સમુદ્ર જીવનને નુકશાન પહોચાડનારી ગતિવિધિઓ જેવી કે ઓઇલ ડ્રિલિંગ અને પ્લાસ્ટિક પ્રદૂષણ જેવી દરિયાઇ જીવન સંબંધિત પ્રવૃત્તિઓને સમાપ્ત કરવા માટે ઘણા સ્થળોએ કૂચ પણ કરવામાં આવે છે. સમુદ્ર મોટાભાગનુ ઓક્સિજન, ખોરાક અને હવા પ્રદાન કરે છે અને આપણા આબોહવાને સ્થિર રાખવામાં મદદ કરે છે. એટલુ જ નહીં, સમુદ્ર વ્હેલ માછલીઓ અને અન્ય જીવો જેવા અદ્ભુત પ્રાણીઓ અને ઇકોસિસ્ટમ્સનું ઘર પણ છે, જે પૃથ્વીને રહેવા માટે એક અદ્ભુત સ્થળ બનાવે છે. પરંતુ માનવીય ઘટનાઓ કારણે પર્યાવરણ જોખમોનો સામનો કરી રહ્યું છે
એક રિપોર્ટ મુજબ, દર વર્ષે આશરે આઠ મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિક વિશ્વના મહાસાગરોમાં જાય છે. આને કારણે દરરોજ પ્લાસ્ટિક દરિયામાં વધતું જાય છે અને દરિયામાં પ્રદૂષણ ફેલાય છે. નોર્થવેસ્ટ પેસેજ અને આર્ક્ટિકના અન્ય ભાગો પણ દરિયાઇ પ્રદૂષણથી પ્રભાવિત છે.
દર વર્ષે સમુદ્રમાં તરતા પ્લાસ્ટિકથી એક મિલિયનથી વધુ જળચર પ્રાણીઓ અને પક્ષીઓ મૃત્યુ પામે છે. સમુદ્રમાં ઉગતા પ્લાસ્ટિકની પ્રાણીઓ ઉપર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે. વૈજ્ઞાનિકોએ સમુદ્રના સૌથી વધુ વિપુલ પ્રકાશ સંશ્લેષેક જીવાણુઓને રસાયણોથી બહાર કાઢ્યા , જે પ્લાસ્ટિકની થેલીમાંથી ઉત્પન્ન થાય છે રસાયણોને કારણે બેક્ટેરિયાને વધવા અને ઓક્સિજન ઉત્પન્ન કરવામાં મુશ્કેલી થાય છે. તે એકદમ ભયાનક છે. કારણ કે બેક્ટેરિયા 10 ટકા ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જેનાથી આપણે શ્વાસ લઈએ છીએ.
ગ્લોબલ વોર્મિંગથી માછલીઓને ખતરો
વાતાવરણમાં પરિવર્તન દ્વારા સમુદ્રો અને તેમાં રહેલા જીવોને પણ જોખમ છે. એક અભ્યાસ મુજબ દરિયાઈ તાપમાન વધતા જતા માછલીઓની વસ્તી પહેલાથી જ ઓછી થઈ રહી છે.માછલીઓની વસ્તી 80૦ વર્ષમાં સરેરાશ 1.1 ટકા જેટલી ઓછી થઈ ગઈ છે. 1930 થી 2010 ની વચ્ચે 1.4 મિલિયન મેટ્રિક ટન માછલીઓ ગુમ થઈ છે.