Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પત્ની છોડીને જતી રહી તો 18 મહિલાઓની કરી નાખી હત્યા

પત્ની છોડીને જતી રહી તો 18 મહિલાઓની કરી નાખી હત્યા
, બુધવાર, 27 જાન્યુઆરી 2021 (17:27 IST)
તેલંગાના (Telangana)ની રાજધાની હૈદરાબાદમાં પોલીસ (Hyderabad Police)એ 45 વર્ષના એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે, જેના પર 18 મહિલાઓની હત્યા કરવા સહિત અનેક અપરાધોનો આરોપ છે. આ વ્યક્તિની ધરપકડ સાથે જ પોલીસે તાજેતરમાં થયેલ બે મહિલાઓના મર્ડરનો કોયડો ઉકેલી લીધો છે. 
 
હૈદારાબાદ સિટી પોલીસના ટાસ્ક ફોર્સના અધિકારીઓ અને રચકોડા પોલીસ કમિશનરીના ઓફિસરોએ જોઈંટ ઓપરેશનમાં એ વ્યક્તિની ધરપકદ કરી છે. આરોપી શહેરમાં પત્થર તોડવાનુ કામ કરે છે. આ પહેલા પણ તે 21 મામલામા ધરપકડ કરવામાં આવી ચુકી છે. તેમાંથી 16 મામલાની હત્યા કરવાનો છે. ચાર મામલે સંપત્તિ વિવાદ સાથે જોડાયેલ છે. જ્યારે કે એક મામલો ધરપકડમાંથી ભાગવા સાથે જોડાયેલ છે. 
 
પોલીસના સૂત્રોએ જણાવ્યુ કે 21 વર્ષની વયમાં તેના લગ્ન થઈ ગયા હતા પણ ખૂબ જ ઓછા સમયમાં તેની પત્ની કોઈ અન્ય પુરૂષ સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદથી તેને મહિલાઓ પ્રત્યે નફરત  થવા લાગી હતી. પોલીસ મુજબ તેને વર્ષ 2003થી જ મહિલાઓ વિરુદ્ધ અપરાધને અંજામ આપવો શરૂ કરવામાં આવ્યો હતો અને એકલી મહિલાઓને સેક્સુઅલ ફેવર માટે પૈસા આપવાની લાલચ આપતો પછી તેને પોતાનો શિકાર બનાવતો હતો. હત્યા કરતા પહેલા ટાડી પીતો અને પછી મહિલાને ત્રાસ આપતો. 
 
2011 માં ફરાર હતો

પોલીસના જણાવ્યા અનુસાર, રામુલુની ફેબ્રુઆરી 2011 દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. તે દરમિયાન કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી હતી, જેના માટે તે ચૈરાપલ્લી સેન્ટ્રલ જેલમાં બંધ હતો. થોડા સમય પછી તેને ઇરાગડ્ડાની માનસિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો, જ્યાંથી ડિસેમ્બર 2011 દરમિયાન તે પાંચ અન્ય કેદીઓ સાથે ભાગી છૂટ્યો હતો.
 
ફરાર થયા પછી પણ હત્યા
 
હૈદરાબાદના પોલીસ કમિશનર અંજની કુમારે જણાવ્યું હતું કે ફરાર થયા બાદ મૈના રામુલુએ હૈદરાબાદના બોવનપલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, સાયબેરાબાદના ચંદા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને ડુંગિગલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા કરી હતી. તે જ સમયે, તેને 2013 માં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીના આધારે તેને 2018 માં મુક્ત કરવામાં આવ્યો હતો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હી હિંસા પછી બે ખેડૂત સંગઠનોએ આંદોલન કર્યુ ખતમ, રાકેશ ટિકૈત પર લગાવ્યા ગંભીર આરોપ