Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vedanta Foxconn - શુ છે 1.54 લાખ કરોડનો ફોક્સકૉન-વેદાંત પ્રોજેક્ટ, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં કેવી રીતે ગયો જાણો

Vedanta Foxconn
અમદાવાદ. , શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (14:59 IST)
વેદાંતા લિમિટેડે ગુજરાતમાં સેમીકંડક્ટર બનાવવાની ફેક્ટરી લગાવવાની જાહેરાત કરી છે. કંપની આ ફેક્ટરી તાઈવાનની ફૉક્સકૉન સાથે મળીને સ્થાપિત કરશે જેના પર 20 અરબ ડોલરનુ રોકાણ કરવામાં આવશે. વેદાંતાને આ ફેક્ટરીને લગાવવા માટે ગુજરાત સરકાર પાસેથી થી મૂડી ખર્ચ અને સસ્તી વીજળી પર નાણાકીય અને બિન નાણાકીય સબસીડી મલી છે. આ પરિયોજનાના હેઠળ અમદાવાદના નિકટ ડિસ્પ્લે અને સેમીકંડક્ટરની ફેક્ટરી શરૂ કરવામાં આવશે. ગાંધીનગરમાં મંગળવારે આયોજીત એક સમારંભમાંરેલ સંચાર,  ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌધોગિકી મંત્રી અશ્વિન વૈષ્ણવની હાજરીમા એમઓયૂ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.  હવે ગુજરાતમાં થઈ રહેલ આ રોકાણને લઈને રાજકારણ ગરમાય રહ્યુ છે કારણ કે આ રોકાણ માટે એમવીએ સરકાર સાથે કંપનીઓની વાત થઈ હતી. 
 
આ પ્રોજેક્ટ અગાઉ મહારાષ્ટ્રમાં સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવી હતી અને અગાઉની મહા વિકાસ અઘાડી સરકારે આ સંદર્ભે ફોક્સકોન સાથે અનેક રાઉન્ડની ચર્ચાઓ કરી હતી. તાપસીએ કહ્યું કે અગાઉની મહાગઠબંધન સરકારે ફોક્સકોન સાથે રોકાણ માટે વાટાઘાટો શરૂ કરી હતી અને પ્રોજેક્ટ સ્થાપવા માટે પૂણે નજીકના તાલેગાંવની પસંદગી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની અગાઉની ગઠબંધન સરકારે વેદાંત-ફોક્સકોન પ્રોજેક્ટને શ્રેષ્ઠ પ્રોત્સાહનો ઓફર કર્યા હતા જેથી સ્થાનિક યુવાનો માટે મોટા પાયે રોજગારીની તકો ઊભી કરી શકાય.
 
મહારાષ્ટ્રનો પ્રોજેક્ટ લગભગ ફાઈનલ હતો 
એવુ બતાવાય રહ્યુ છે કે મહારાષ્ટ્ર સરકાર અને કંપનીઓ સાથે પ્રોજેક્ટ ફાઈનલ થઈ ચુક્યો હતો. જુલાઈ 2022માં વરિષ્ઠ અધિકારીઓએ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી. કંપનીના અધિકારીઓએ તાલેગાવ ફેજ IVમાં 1000 એકરથી વધુની જમીન પણ જોઈ. વાત ફાઈનલ હતી પછી અચાનક આ પ્રોજેક્ટ ગુજરાતમાં ફાઈનલ થઈ ગયો. હવે સરકારને પણ સમજાય નથી રહ્યુ કે એ લોકોમાં પ્રોજેક્ટ લાવવામાં શુ ભૂલ થઈ ગઈ ? એમવીએ સરકારનો દાવો છે કે તેમની સરકારમાં પ્રોજેક્ટ 90 ટકા ફાઈનલ હતો.  શિંદેની સરકાર આગળની વાત સંભાળી શકી નહી અને પીએમ મોદી સામે સમર્પણ કરી દીધુ. 
 
આ પ્રોજેક્ટથી શુ થશે ફાયદો  ? 
બંને કંપનીઓ ગુજરાતમાં આ સંયંત્ર લગાવવા પર 1,54,000 કરોડ રૂપિયાનુ રોકાણ કરશે. તેનાથી એક લાખ રોજગાર ઉભા થશે. આ રોકાણ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો કોર્પોરેટ રોકાણ બતાવાય  રહ્યો છે.  સેમીકંડક્ટરનો ઉપયોગ કાર, મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં કરવામાં આવે છે. તેનુ નિર્માણ હાલ ભારતમાં થતુ નથી. દુનિયામાં ઉપયોગમાં થનારી બધી ચિપનો આઠ ટકા તાઈવાનમાં બને છે.  ત્યારબાદ ચીન અને જાપાનનુ સ્તહન છે. આગામી સંયંત્રથી ભારતમાં ચિપ નિર્માણની શરૂઆત થશે. આ ભારત માટે રણનીતિક રૂપથી પણ મહત્વપૂર્ણ છે.  કારણ કે તેનાથી અન્ય દેશો પર આપણી નિર્ભરતા ઘટી જશે. 1,54,000 કરોડના રોકાણ સાથે, ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના માટે રૂ. 94,000 કરોડ ખર્ચવામાં આવશે, જ્યારે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે રૂ. 60,000 કરોડનું રોકાણ કરવામાં આવશે.
 
આદિત્ય ઠાકરેએ તાક્યુ નિશાન 
મહારાષ્ટ્રના એક લાખ લોકોને રોજગારી આપતો અને રૂ. 1.54 લાખ કરોડના મૂડીરોકાણ સાથે પુણે નજીકના તાલેગાંવમાં વેદાંત-ફોક્સકોન સેમિકન્ડક્ટર પ્લાન્ટ મહારાષ્ટ્રને બદલે ગુજરાતમાં સ્થાપવાના સમાચાર બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે આ સરકાર પોતાના માટે 'ખોખા'  બનાવી રહી છે અને મહારાષ્ટ્ર માટે 'ધોખા'  કરી રહી છે. તેમણે કહ્યું કે, સરકારે જવાબ આપવો પડશે કે તે અચાનક ગુજરાતમાં કેમ ગઈ. મતલબ કે ઉદ્યોગપતિઓને આ સરકારમાં વિશ્વાસ નથી.

MVAની સરકારમાં 90 ટકા પ્રોજેક્ટ ફાઈનલ થયો હતો 
સાથે જ એનસીપીના નેતા જયંત પાટીલે પ્રશ્ન ઉઠાવ્યો કે શું મહારાષ્ટ્રના એક લાખ યુવાનોની રોજગારી ગુમાવવા બદલ સીએમ અને ડેપ્યુટી સીએમ માફી માંગશે? તેમણે કહ્યું કે ગુજરાતમાં આગામી કેટલાક મહિનામાં ચૂંટણી છે, તેથી ભાજપ ગુજરાતના હિતનું ધ્યાન રાખી રહી છે. કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડી સરકારે આ પ્રોજેક્ટને લગતી લગભગ 90 ટકા બાબતોને આખરી ઓપ આપી દીધો હતો, પરંતુ રાજ્યમાં સરકાર બદલાતાની સાથે જ આ પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો.
 
PMએ વધુ રોકાણ લાવવાની આપી ખાતરી 
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એમવીએના આરોપો પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે MVA સરકારે પ્રોજેક્ટમાં સહકાર આપ્યો નથી. શિંદેએ કહ્યું કે જ્યારે પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો ત્યારે તેઓ દોષની રમતમાં પડવા માંગતા ન હતા. તેમણે વિપક્ષને આત્મનિરીક્ષણ કરવાની સલાહ પણ આપી હતી. શિંદેએ કહ્યું કે વેદાંતા ગ્રૂપે કહ્યું છે કે તે મહારાષ્ટ્રમાં iPhone અને TV મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં મેગા પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે તેવી ખાતરી આપી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Ozone day 2022: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ