Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લક્ષ્મી નિવાસ મિત્તલ- રાજસ્થાનના એક પિછળા ગામથી દુનિયાના "સ્ટીલ કિંગ" બનવાની સક્સેક્સ સ્ટોરી

લક્ષ્મી નિવાસ મિત્તલ- રાજસ્થાનના એક પિછળા ગામથી દુનિયાના
, મંગળવાર, 15 જૂન 2021 (09:41 IST)
સ્ટીલ કિંગ લક્ષ્મી નિવાસ મિત્તલ અજે તેમના સપનાના જીવન જીવી રહ્યા છે.રાજસ્થાનના એક નાનકડા ગામથી યૂકેના કેંસુલંગટન પેલેસ સુધીનો સફર તેણે તેમના લગ્ન અને મેહનતથી મેળ્વ્યો છે. ફોર્બસના અમીરોની યાદીમાં તે ભારતમાં નંબર ત્રણ પર છે. આર્સેલર મિત્તલ કંપની દુનિયાની સૌથી મોટી સ્ટીક ઉત્પાદક કંપની દુનિયાની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની છે. લક્ષ્મી મિત્તલ આ કંપનીના ચેયરમેન અને સીઈઓ છે. આજે લક્ષ્મી મિત્તલનો 68મો જનમદિવસ છે. આવો જાણી તેમના સફરના કેટલાક પહલૂ 
 
* લક્ષ્મી મિત્તલનો જન્મ 15 જૂન 1950  સાદુલપુર નામના એક એવા ગામડામાં થયો હતો જ્યાં 1960 સુધી વિજળી પણ નથી પહોંચી હતી. તેમના બાળપણમાં તે ધરતી પર પથારી કરીને સૂતા હતા કારણકે એક નાનકડા ઘરમાં 25 લોકોને રહેવો પડતો હતો. પછી તેમના પિતા કલકત્તા ચાલ્યા ગયા અને નાની સ્ટીલ મિલ લગાવી. શાળા પછી લક્ષ્મી તેમના પિતાના કામમાં મદદ કરતા હતા. 
 
* શરૂઆતી અભ્યાસ હિંદી માધ્યમથી કરવાના કારણે કલકત્તાના સેંટ જેવિયર કૉલેજ પ્રશાસનએ લક્ષ્મી મિત્તલનો એડમિશન કરવાથી ના પાડી દીધી. પછી કોઈ રીતે તેમનો એડમિશન થયો અને તેણે કૉલેજ ટૉપ કર્યુ અને પ્રથમ શ્રેણીમાં સ્નાતક પાસ કરીને પોતાને સિદ્ધ કર્યુ. 
 
*સ્નાતક કર્યા પછી લક્ષ્મી મિત્તલએ તેમના પિતાની કંપનીમાં કામ કરવો શરૂ કરી દીધો. આ 70ના દશકના શરૂઆતી દિવસોની વાત છે. 1976માં ભારત સરકારના પ્રોસાહન પર તે ઈંડોનેશિયા ગયા અને તેમના પિતાની મદદથી "ઈસ્પાત ઈંડો" નામના સ્ટીલ પ્લાંટની સ્થાપના કરી.  
 
* સમય જતાંની સાથે લક્ષ્મી મિત્તલની પ્રખ્યાત એક એવા વેપારી બની ગયા જે નુકશાનની કંપનીને ખરીદીને નફામાં બદલી નાખતા હતા. 1989માં તેણે સરકારી આધિપત્ય વાળી ફર્મ "ટ્રિનિડાડ એંડ ટોબેગો" ખરીદી તે સમયે આ કંપની 1 મિલિયન ડૉલર દરરોજના નુકશાન કરી રહી હતી. લક્ષ્મી મિત્તલએ તેને પણ નફામાં બદલી દીધું. 
 
* લક્ષ્મી મિત્તલએ રમતો માટે ખૂબ ફાળો આપ્યુ છે. તેણે મિત્તલ ચેંપિયન ટ્રસ્ટ બનાવ્યુ જે ભારતીય એથલીટની અંતરરાષ્ટ્રીય ટ્રેનિંગમાં મદદ કરે છે. ઓલમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતવા પર તેણે 1.5 કરોડની રાશિ ઈનામમાં આપી હતી. 
 
* યૂએસએની ન્યૂ સ્ટેલ મેગ્જીનમાં તેણે 1996માં "સ્ટીલ મેકર ઑફ દ ઈયર" ના ટાઈટલથી સમ્માનિત કર્યું. 1998મામાં તેણે વિલ્લી કૉર્ફ સ્ટીલ વિજન અવાર્ડથી સમ્માનિત કર્યું. 
 
* દુનિયાભરમાં સ્ટીલ પ્લાંટની સાથે-સાથે તેણે 203 csx જયપુરમાં એક યુનિવર્સિટીની પણ સ્થાપના કરી જેનો નામ લક્ષ્મી નિવાસ મિત્તલ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંફાર્મેશન એંડ ટેક્નોલોજી (LNMIIT) 
 
* ફોર્બસ મેગ્જીનના મુજબ 2005માં તે દુનિયાના ત્રીજા સૌથી અમીર માણસ ગણાયા. 2007માં ટાઈમ મેગ્જીનએ લક્ષ્મી મિત્તલને 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં જગ્યા મળી. 2008માં ફોર્બ્સએ તેણે લાઈફ ટાઈમ અચીવમેંટ અવાર્ડથી સમ્માનિત કર્યું. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલએ તેણે પદ્મ વિભૂષણથી સમ્માનિત કર્યું. 
 
* લક્ષ્મી મિત્તલએ 2006માં ઑર્સેલરને ખરીદવાની કોશિશ કરી હતી પણ તે સમયે સીઈઓ ગાય ડોલી 24 બિલિયન ડોલરના ઓફરને ના પાડી દીધુ હતો. પછી શેયરમાં ગિરાવટ પછી આ સોદો 33.5 બિલિયન ડૉલરમાં થયું. ઑર્સેલરના સીઈઓ ગાય ડોલેના ગયા પછી લક્ષ્મી મિત્તલ તેના સીઈઓ અને ચેયરમેનની ભૂમિકા ભજવી રહ્યા છે. 
 
* સ્ટીલ કિંગ હોવાની સાથે-સાથે મિત્તલ તેમની લેવિશ લાઈફસ્ટાઈલ માટે પણ ઑળખાયા. તેણે તેમના આવાસ 18-19 કેંસિંગટન પેલેસ ગાર્ડેસને 128 મિલિયન ડૉલરમાં ખરીદ્યો હતો. ઘરના ઈંટીરિયર માટે તેણે તે સંગરમરગર ઉપયોગ કર્યો છે જે તાજમહલમાં થયો હતો. આ કારણે મીડિયાએ તેના આવાસનો નામ તાજ મિત્તલ રાખ્યો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્પાની આડ ચાલતું હતું કુટણખાનું, થાઇલેંડની યુવતિઓ બોલાવીને કરતા હતા દેહ વેપાર, સંચાલક સહિત 9 લોકોની ધરપકડ