મુંબઈ પોલીસે સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. શંકાસ્પદ વ્યક્તિને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે. અભિનેતા સૈફ અલી ખાન પર તેના ઘરે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, ત્યારબાદ તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે આ કેસમાં મુંબઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે અને પૂછપરછ માટે તેને બાંદ્રા પોલીસ સ્ટેશન લાવ્યો છે.