Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાબરકાંઠાના શિક્ષિત ખેડૂત પુત્રોનું નવું સાહસ, શરૂ કરી અળસિયાની ખેતી

સાબરકાંઠાના શિક્ષિત ખેડૂત પુત્રોનું નવું સાહસ, શરૂ કરી અળસિયાની ખેતી
, મંગળવાર, 28 માર્ચ 2023 (13:15 IST)
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબલવાડ ગામના ત્રણ યુવા મિત્રો દિશાંત યાજ્ઞિક અને મનન નવા સ્ટાર્ટ અપ તરીકે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું શરૂ કર્યું છે આર્થિક સધ્ધરતા જ નહીં પરંતુ ખેતી માટે ખેડૂત પુત્ર તરીકે પોતાની જવાબદારી સમજી આ વ્યવસાય પસંદ કર્યો છે. દિશાંતભાઈ જણાવે છે કે તેઓ પોતે બીએસસી એગ્રી કરેલ છે. શિક્ષણમાં કૃષિનું જ્ઞાન મેળવી કૃષિ માટે કંઈક કરી શકાય તે હેતુથી તેમના મિત્ર સાથે મળી ખેડબ્રહ્મા “કૃષિ વિજ્ઞાન કેન્દ્ર” ખાતે વર્મી કમ્પોસ્ટની વધુ તાલીમ લઈ તેમણે ૨૦૨૦ થી વર્મી કમ્પોસ્ટ યુનિટ “કણ મણ” શરૂ કર્યું છે. જેનો અર્થ થાય છે કણ માંથી મણ થાય તે. તેઓ હાલમાં નાના પાયા ઉપર આ કામગીરી કરી રહ્યા છે. 
 
વધુ વિગત આપતા દિશાન્તભાઇ જણાવે છે કે, તેમણે વર્મિ કમ્પોસ્ટ માટે આઇસેનિયા ફેટીડા આફિકન અળસિયાની પ્રજાતિ પસંદ કરી છે જે આપણા વિસ્તારના વાતાવરણમાં જીવી શકે અને અને વિકાસ કરી શકે છે. ૫૦ ડિગ્રી તાપમાન સુધી આ અળસીયા જીવી શકે છે તેથી અહીંના વાતાવરણને અનુકૂળ હોવાથી તેનો ઝડપી વિકાસ થાય છે. આ ખાતરને તૈયાર થતા ૯૦ દિવસનો સમય લાગે છે. 
webdunia
એક અળસિયું ૨૧ દિવસમાં ઈંડામાંથી તૈયાર થઈને અળસિયું બને છે વધુમાં તેઓ જણાવે છે કે, એક વર્ષમાં એક અળસિયુ ૭૦૦૦ બચ્ચા પેદા કરે છે. અળસિયું એ ખેડૂતનો સૌથી સારામાં સારો સાથી મિત્ર છે જમીનને ફળદ્રુપ બનાવી તેના ઓર્ગેનિક કાર્બનની જાળવણી કરવી તેમ જ જમીનને પોચી બનાવી પાણી ભેજ સંગ્રહ માટે તૈયાર કરવાની કામગીરી અળસિયું જ કરે છે. 
 
બીજા મિત્ર યાજ્ઞિક ભાઈ બીએસસી કેમેસ્ટ્રી છે તેઓ જણાવે છે કે કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં તેમને રસાયણોના ઉપયોગથી થતા નુકસાન અંગેની જાણકારી છે. ડી.એ.પી. ખાતરના ઉપયોગના કારણે અળસિયા જમીનની ખૂબ ઉંડે જતા રહ્યા છે ઘટી ગયા છે. આ વર્મી કમ્પોસ્ટ અળસિયા ને ફરીથી જીવિત કરવા જમીન ઉપર લાવવા માટે ખુબ જ ઉપયોગી છે. વર્મી કમ્પોસ્ટ થકી તૈયાર થયેલા ફળદ્રુપ ખાતર અને અળસિયા ને વાવણી વખતે ખેતરમાં નાખવા થી જમીનને કોઈપણ જાતના બીજા ખાતરની જરૂર પડતી નથી ઉત્પાદન સારું મળી રહે છે. 
 
મનનભાઇ જણાવે છે કે, અમારી પાસે થી ૨૦ ખેડૂતો આ ખાતર લઈ પોતાના ખેતરમાં ઉપયોગ કરી રહ્યા છે. અમે તેમને આ ખાતરના ઉપયોગ અંગે જાણકારી આપી છે તે પ્રમાણે તેઓ આ ખાતરનો ઉપયોગ કરતાં તેમણે ખેત ઉત્પાદનમાં સારા પરીણામ મળી રહ્યા છે. આ વિસ્તારમાં ટામેટાનું ઉત્પાદન વધુ થાય છે. અમે આ ખાતરનો ટામેટા વાવણી વખતે ઉપયોગ કર્યો તો જોવા મળ્યું કે જનરલી ટામેટા ની સીઝન પુરી થવા આવે ત્યારે ફળ ખુબ નાનું બને છે પરંતુ આ ખાતરના ઉપયોગ બાદ છેલ્લા સમય સુધી ફળની ક્વોલીટી એક જ પ્રકારની રહી છે. 
 
ગામના ખેડૂત મહેન્દ્રભાઇ પટેલ આ ખાતરનો ઉપયોગ કરે છે તેઓ જણાવે છે કે વર્ષોથી તેઓ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી રહ્યા હતા જેના પરિણામે હવે આ ખાતર તેમની જમીનમાં અસર કરતુ ન હતું અને પાક ઉત્પાદન ઘટવા લાગ્યું હતું. તેમણે આ ખાતરના ઉપયોગ કર્યો અને છેલ્લા બે ત્રણ વર્ષથી માત્ર આ ખાતર જ વાપરી રહ્યા છે. તેનું ખેત ઉત્પાદન વધ્યું છે. જમીનમાં અળસિયા ની સંખ્યા વધતા જમીન પોચી અને ફળદ્રુપ બની છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાઠગ કિરણ પટેલની પત્નીની ધરપકડ, નડિયાદથી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી