rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral Video: પિંજરામાં બંધ સિંહને ઉશ્કેરવાનો શુ થયો અંજામ, રૂવાંટા ઉભા કરી દેશે આ વીડિયો

lion attack video
, ગુરુવાર, 29 મે 2025 (16:20 IST)
lion attack video
સોશોયલ મીડિયા પર એક રૂવાંટા ઉભા કરનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને નેટિજન્સને હેરાન કરી દીધા છે. તેમા એક વ્યક્તિને પિંજરામાં કેદ એક બબ્બર શેર ને જાણી જોઈને અને સતત ઉશ્કેરતા જોઈ શકાય છે. વીડિયોની શરૂઆતમાં વ્યક્તિ પિંજરાની પાસે ઉભો રહીને સિંહને ચિડાવે છે.  તેના શબ્દોમાં મૂર્ખતા સ્પષ્ટ છલકાય છે. કારણ કે તે સિંહને ચિડાવતા વારે ઘડીએ બોલે છે આજે હુ તને ખાઈ જઈશ.   
 
પિંજરામાં બંધ ખૂંખાર સિંહ વ્યક્તિ દ્વારા વારેઘડીએ ઉશ્કેરવાથી ભડકે છે. તેના હાવભાવ કોઈને પણ ડરાવી શકે છે.  વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વ્યક્તિની હરકતોથી સિંહ કેટલો ગુસ્સામાં છે અને પિંજરામા ખૂબ બેચેન છે અને બસ પિંજરામાંથી નીકળવાની તક શોધી રહ્યો છે.  
 
ત્યારબાદ ખોફનાક ક્ષણ આવે છે જેનો અંદાજ કદાચ આ બેવકૂફ વ્યક્તિને પણ નહી હોય. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેવો જ વ્યક્તિને સિંહને ચિઢાવતા હાથથી તેનુ નાક પકડવાની કોશિશ કરે છે.  ગુસ્સોમાં તમતમીને બેસેલા સિંહને તક મળી જાય છે અને તે ક્ષણવારમાં જ પોતાના તાકતવર પંજાથી એ વ્યક્તિના હાથ પર ઝાપટો મારે છે.  
 
પિંજરામાં બંધ હતો સિંહ, જાણીજોઈને ઉશ્કેર્યો... પછી જુઓ શુ થયુ  

 
@sibawayh666 નામના ઈસ્ટાગ્રામ એકાઉંટ પરથી શેર કરવામાં આવેલ આ વીડિયો ઈંટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  આ ઘટના જોઈને નેટિજન્સ પોતાની હેરાની અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજુ કેટલાક નેટિજંસે સિંહના ધેર્ય અને પલટવારના વખાણ કર્ય અછે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો ટેરિફ બંધ કરવામાં આવે તો શું તે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર અસર કરશે? ટ્રમ્પના મંત્રીએ કંઈક મોટું કહ્યું