Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Largest Arms Importing Countries: કોણ છે એ 10 દેશ.. જે સૌથી વધુ ખરીદે છે હથિયાર, શુ આ લિસ્ટમાં ભારત પણ સામેલ છે ?

RUSSIA
, શુક્રવાર, 2 જાન્યુઆરી 2026 (12:48 IST)
સ્ટોકહોમ ઈંટરનેશનલ પીસ રિસર્ચ ઈંસ્ટીટ્યુટ (SIPRI) ની તાજી રિપોર્ટએ વૈશ્વિક હથિયાર વેપારની તસ્વીર સ્પષ્ટ કરી દીધી છે.  રિપોર્ટ મુજબ 2020 થી 2024 ની વચ્ચે યુક્રેન દુનિયાનો સૌથી મોટો હથિયાર આયાત કરનારો દેશ બનીને ઉભરી આવ્યો છે. જ્યારે કે ભારત બીજા સ્થાન પર છે.  
 
SIPRI ના મુજબ આ દરમિયાન યૂક્રેને દુનિયાના કુલ હથિયાર આયાતના 8.8 ટકા ભાગ ખરીદ્યો છે.  રૂસ સાથે ફેબ્રુઆરી 2022 થી રજુ યુદ્ધ પછી યુક્રેનને મોટા પાયા પર સૈન્ય સાજો સામાનની જરૂર પડી. યુદ્ધ પહેલા યૂક્રેનના હથિયાર આયાત સીમિત હતા. પણ સંઘર્ષ પછી તેમણે અમેરિકા જર્મની અને પોલેંડ સહિત 35 થી વધુ દેશોમાંથી હથિયાર મંગાવ્યા.  તેમા સૌથી મોટુ યોગદાન અમેરિકાનુ રહ્યુ.   
 
ભારત બીજા સ્થાન પર 
રિપોર્ટ મુજબ ભારતે વૈશ્ચિક હથિયાર આયાતમાં 8.3 ટકા ભાગીદારી સાથે બીજુ સ્થાન મેળવ્યુ. ખાસ વાત એ છે કે ભારત કોઈ મોટા યુદ્ધમાં સામેલ નથી.  તેમ છતા તે પોતાની સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હથિયાર ખરીદી રહી છે. ભારતના મુખ્ય હથિયાર આપૂર્તિકર્તાઓમાં રૂસ, ફ્રાંસ અને ઈઝરાયેલ સામેલ છે. જો કે SIPRI એ એવુ પણ કહ્યુ છે કે આયાતા પહેલાની સરખામણીમાં ઘટી છે.  કારણ કે દેશ સ્વદેશી હથિયાર નિર્માણમાં ઝડપથી આગળ વધી રહ્યુ છે. 
 
રિપોર્ટ બતાવે છે કે 2015-2019 ની તુલનામાં ભારતના હથિયાર આયાતમાં લગભગ 9 ટકાની કમી આવી છે.  તેના કારણે ભારતની વધતી ઘરેલુ રક્ષા ઉત્પાદન ક્ષમતા છે.  બ્રહ્મોસ મિસાઇલ, તેજસ ફાઇટર જેટ અને આધુનિક આર્ટિલરી સિસ્ટમ્સ આના ઉદાહરણો છે.
 
ખાડી દેશ અને પાકિસ્તાન પણ ટૉપ લિસ્ટમાં 
 કતાર ત્રીજા ક્રમે છે, જે કુલ શસ્ત્ર આયાતમાં 6.8 ટકા હિસ્સો ધરાવે છે. ત્યારબાદ સાઉદી અરેબિયા ચોથા સ્થાને છે અને પાકિસ્તાન પાંચમા સ્થાને છે. પાકિસ્તાન મુખ્યત્વે ચીન, તુર્કી અને નેધરલેન્ડ્સ પાસેથી શસ્ત્રો ખરીદે છે.
 
ટોચના 10 શસ્ત્ર આયાત કરનારા દેશો (2020-2024)
SIPRI અનુસાર, આ યાદીમાં યુક્રેન અને ભારત ઉપરાંત જાપાન, ઓસ્ટ્રેલિયા, ઇજિપ્ત, યુનાઇટેડ સ્ટેટ્સ અને કુવૈતનો સમાવેશ થાય છે. આશ્ચર્યજનક રીતે, સૌથી મોટો શસ્ત્ર નિકાસકાર યુનાઇટેડ સ્ટેટ્સ પણ શસ્ત્ર આયાત કરનારા દેશોની ટોચના 10 યાદીમાં શામેલ છે.
 
યુરોપમાં શસ્ત્ર આયાતમાં તીવ્ર વધારો
રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે યુરોપિયન દેશોએ છેલ્લા ચાર વર્ષમાં તેમના શસ્ત્ર આયાતમાં 155 ટકાનો વધારો કર્યો છે. આ મુખ્યત્વે યુક્રેન યુદ્ધ અને પ્રાદેશિક સુરક્ષા ચિંતાઓને આભારી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

10 વર્ષની પ્રાર્થના પછી પુત્રનો જન્મ થયો; દૂષિત પાણીએ બાળકનો જીવ લીધો