Luggage in Train: ટ્રેનમાં વધારે સામાન લઈ જતા લોકોની સામે રેલ્વે એક્શન લઈ શકે છે. રેલ્વે મંત્રાલયએ વધારે સામાન લઈ જવા માટે લગેજ બુક કરવાની સલાહ આપી છે. ટ્રેનમાં યાત્રા દરમિયાન 40 થી 70 કિલોગ્રામ લગેજ લઈ જવાની છૂટ છે.
Indian Railway Luggage Rule: જો તમે ટ્રેનમાં યાત્રા કરો છો તો આ સમાચાર તમારા કામના છે. હવે ટ્રેનમાં યાત્રા દરમિયાન વધારે સામાન લઈ જવુ રેલ યાત્રીઓને મોંઘુ પડી શકે છે. રેલ્વેએ યાત્રીઓને સલાહ આપી છે કે જો વધારે સામાન લઈ જવુ છે તો પાર્સલ ઑફિસથી લગેજ બુક કરો નક્કી લિમિટથી વધારે સામાન લઈ જતા પર સખ્ત કાર્યવાહી કરાશે.
યાત્રીઓને લગેજ બુક કરવાની સલાહ
હકીકતમાં દેશમાં લાંબી દૂરીની યાત્રા માયે રેલ્વે હમેશા લોકોની એક ખાસ પસંદ રહ્યુ છે. કારણ કે ફ્લાઈટ કરતા યાત્રી ટ્રેનમાં પ્રવાસ દરમિયાન વધારે સામાન લઈને યાત્રા કરી શકે છે. પણ ટ્રેનમાં પ્રવાસ દરમિયાન સામાન લઈ જવાને લઈને એક સીમા નક્કી કરી છે. પણ સિવાય તેના ઘણા યાત્રી ખૂબ વધારે સામાન લઈને ટ્રેનમા યાત્રા કરે છે જેનાથી બીજા યાત્રીઓને અધુવિધા હોય છે આ કારણ છે કે રેલ્વેએ એવા પ્રવાસીઓ માટે લગેજ બુકની સલાહ આપી છે.